સુરતમાં પહેલી વખત પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે ગીરીમા અને ગૌરવ નામના સફેદ વાઘની જોડી
રાજકોટથી સફેદ વાઘની જોડી સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં લાવવામાં આવી
એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે સરથાણા નેચર પાર્ક ખાતેથી દીપડા અને જળ બિલાડીની જોડી રાજકોટ આપવામાં આવી
WatchGujarat. સુરતીઓને હવે પહેલી વખત પ્રાણી સંગ્રહાલયમાં ગીરીમા અને ગૌરવ નામના સફેદ વાઘની જોડી જોવા મળશે. મળતી વિગતો અનુસાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે સરથાણા નેચર પાર્ક ખાતેથી દીપડા અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલય આપવામાં આવી હતી. જ્યારે આજે સફેદ વાઘની જોડી સરથાણા સુરત ખાતે લાવવામાં આવી છે. આ વાઘની જોડીને નામ પણ આપવામાં આવ્યા છે. જેમાં ફીમેલ વાઘનું નામ ગીરીમા અને મેલ વાઘનું નામ ગૌરવ રાખવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં રાજકોટથી સફેદ વાઘની એક જોડી લાવવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં હોગ ડિયર એટલે કે હરણની જોડી પણ નેચર પાર્કમાં લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પાલિકાના પ્રાણી સંગ્રહાલયના અધિકારી સ્ટાફ દ્વારા સુરતથી દીપડાની જોડી અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલવામાં આવી છે. જે બાદ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સુરત મહાનગર પાલિકાને સફેદ વાઘની જોડી આપવામાં આવી છે.
મહત્વનું છે કે ભારતમાં વ્હાઇટ ટાઇગર ફક્ત પાંચ સ્થળે જ જોવા મળે છે. જેમાં મધ્યપ્રદેશના બાંધવગઢના નેશનલ પાર્કમાં, પશ્ચિમ બંગાળના સુંદરવન નેશન પાર્કમાં, તમિલનાડુમાં નીલગીરી હિલ્સમાં અને અસમના કાઝીરંગા નેશનલ પાર્કમાં તે જોવા મળે છે. જોકે હવે સુરતમાં પણ સફેદ વાઘની જોડી જોવા મળશે.
તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં આ વાઘની જોડીને લોકોના પ્રદર્શન માટે મૂકવામાં આવશે. આ સાથે સિલ્વર પીજનની જોડી પણ સુરત લાવવામાં આવી છે. થોડા દિવસોમાં તે સુરતીઓના જોવા માટે મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરથાણા નેચર પાર્ક અને અન્ય શહેરના પ્રાણી સંગ્રહાલય ખાતે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ઓથોરિટીની જરૂરી મંજૂરી બાદ પ્રાણીઓની અદલા બદલી કરવામાં આવે છે. સુરત મહાનગર પાલિકાના રાજકોટ પ્રાણી સંગ્રહાલય ખાતેથી હાલ આ કાર્યક્રમ હેઠળ સફેદ વાઘની જોડી લાવવામાં આવી છે.