ગત શુક્રવારે શહેરના અનેક વિસ્તારમાં BOYCOTT FRANCE ના પોસ્ટર લાગ્યા હતા
પોસ્ટલને પગલે ઉત્તેજના વ્યાપી જતા પોલીસ એક્શનમાં આવી હતી
પોસ્ટર લાગવાની ઘટનાના 6 દિવસ બાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો
વડોદરા. ગત શુક્રવારે શહેરના નવાબવાડા અને મચ્છીપીઠ સહિત અકોટા બ્રિજ પર બોયકોટ ફ્રાન્સના પોસ્ટર રોડ અને દીવાલ પર લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ઘટનાના 6 દિવસ બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પોસ્ટર ચોંટાડનાર અને પોસ્ટર પ્રિન્ટિંગ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
ફ્રેન્ચ આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલા કાર્ટુનને કારણે ફ્રાન્સનો ચોક્કસ દેશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેના આંતરરાષ્ટ્રીય પડઘા પડ્યા હતા. તેના અનુસંધાને વડોદરાના ચોક્કસ વિસ્તારોમાં પણ બોયકોટ ફ્રાન્સના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ગત શુક્રવારે નવાબવાડા, મચ્છીપીઠ તેમજ અકોટા બ્રિજ પર રોડ અને દીવાલ પર પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા.
રોડ અને દીવાલ પર પોસ્ટર અને બેનરો લગાડી ફ્રાન્સ અને ઈઝરાઈલ તથા તેમના પ્રોડક્ટનો બહિષ્કાર કરવા જણાવાયું હતું. રાતોરાત પોસ્ટર લાગી જવાને કારણે શહેર ભરમાં ઉતેજના વ્યાપી ગઈ હતી. જોકે પોલીસે સતર્ક રહીને ઉશ્કેરાટ અને આપત્તીજનક લખણવાળા ફ્રાન્સના પ્રમુખ એમ્યુનલ મેકરોનના પોસ્ટર ઉતારી દીધા હતા. ઘટનાના 6 દિવસ બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પોસ્ટલ લગાડનાર અને બનાવનાર સામે લાલ આંખ કરી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે લગાડનાર અજાણ્યા શખ્સો અને પોસ્ટર છાપનાર અજાણ્યા પ્રિન્ટિંગ પ્રેસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.