ગોત્રી ચાર રસ્તાથી ગોત્રી પોલીસ સ્ટેશન તરફ જવાના રસ્તે આવેલી હોટલ તારાસન્સ બહાર રાત્રે 8 વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસનુ પાછલુ ટાયર આધેડના માથા ઉપર ફરી વળતા ઘટના સ્થળે જ તેઓનુ મોત નિપજ્યું હતુ.
WatchGujarat. ગોત્રી ચાર રસ્તાથી ગોત્રી પોલીસ સ્ટેશન તરફ જવાના રસ્તે આવેલી વૈભવી હોટલ તારાસન્સ બહાર રાતે 8 વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસનુ ટાયર ટુ-વ્હીલર ચાલકના માથા પર ફરી વળ્યું હતુ. જેથી વાહન ચાલકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. અકસ્માતને પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવને પગલે ગોત્રી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. #Vadodara
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા અનિલભાઇ શાહ ગોત્રી સ્થિત ગંગોત્રી એપાર્ટમેન્ટ ખાતે પોતાની લેબોરેટરી ધરાવે છે. આજે 8 વાગ્યાની આસપાસ પોતાની ટુ-વ્હીલર મોપેડ લઇ ઘરે જવા માટે નિકળ્યાં હતા. અનિલભાઇ નિત્યક્રમ મૂજબ ગોત્રી ચાર રસ્તા થઇ પોતાના ઘરે જવા માટે નિકળ્યાં હતા. ત્યારે ગોત્રી પોલીસ સ્ટેશન પહેલા આવેલી તારાસન્સ હોટલ બહાર પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ સાથે મોપેડ ચાલક અનિલભાઇનો અકસ્માત સર્જાયો હોવાનુ માનવામાં આવી રહ્યું છે. જોકે અકસ્માતમાં અનિલભાઇ નિચે પટકાતા લકઝરી બસનુ પાછલુ ટાયર તેમના માથા ઉપર ફરી વળતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
બનાવને પગલે રસ્તા પરથી પસાર થઇ રહેલા લોકોએ લકઝરી બસને રોકી હતી. જ્યાં જોતા લકઝરી બસનુ પાછલુ ટાયર મોપડે ચાલક આધેડના માથા ઉપર ફરી વળતા છુંદાઇ ગયુ હતુ. અકસ્માતને પગલે રસ્તા પર લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી. તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા ગોત્રી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જ્યાં અકસ્માતમાં મૃત્યુ પામેલા આધેડના પરિવારની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. નોંધનીય છે કે, ગોત્રી ચાર રસ્તાથી બંસલ મોલ તરફ જવાનો રસ્તો ખુબ જ સાંકળો છે. જ્યાં સાંજના સમયે ભારદારી વાહનોની મોટી સંખ્યામાં અવર જવર થતી હોય છે. તેવામાં આ અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. #Vadodara
More #Accident #Two Wheeler #Died-on-spot #Gotri #Vadodara News