તાજેતરમાં મળેલી કેબીનેટની મીટિંગમાં માસ્ક સિવાયના આરટીઓના મેમો નહિ આપવા રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઇ
મુખ્યમંત્રીએ માસ્ક સિવાયના મેમા નહિ આપવા માટે વાહન વ્યવહાર મંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રીને સ્પષ્ટ સુચના આપી
ત્યાર બાદ પણ વડોદરામાં માસ્ક સિવાયના મેમા આપવાનું ચાલુ જ છે, છાણી પોલીસે યુવકને નંબર પ્લેટ નિયમાનુસાર નહિ હોવાનો મેમો આપ્યો
રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા કરવામાં આવેલી રજુઆતને પગલે મુખ્યમંત્રીએ જરૂરી સુચનો આપ્યા પરંતુ તેનું અમલીકરણ કરવામાં તંત્ર નિષ્ફળ
WatchGujarat. કોરોના કાળમાં લોકોના વાહનોને ડીટેઇન કરવામાં આવતા મુશ્કેલીઓ સર્જાઇ હતી. જેને લઇને વડોદરાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા લોકોને માસ્ક સિવાયના મેમો નહિ આપવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ અને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને માસ્ક સિવાયના દંડ ની આપવાની સ્પષ્ટ સૂચના આપી હતી. જો કે, ત્યાર બાદ પણ વડોદરામાં છાણી પોલીસ દ્વારા યુવકને આરટીઓનો મેમો આપતા વિવાદ સામે આવ્યો હતો.
https://youtu.be/ZXIUXsI4svg
હાલ વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. સુનામીએ લોકોને આર્થિક, માનસીક તથા અન્ય રીતે તોડી નાંખ્યા છે. તેવા સમયે વડોદરા સહિત રાજ્યના અનેક જગ્યાએ પોલીસ દ્વારા માસ્ક ચેકીંગની કામગીરી સાથે વાહન ચાલક પાસે જરૂરી કાગળીયા તથા કોરોના કર્ફ્યુના અમલની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસ દ્વારા વાહન ચાલકોને આરટીઓનો મેમો અપાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને લઇને અવાર નવાર રજુઆત કરવામાં આવી હતી.
તાજેતરમાં ગુજરાત સરકારની કેબીનેટની મિટીંગ મળી હતી. જેમાં વડોદરાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી દ્વારા વાહન ડિટેઇન થવાને કારણે લોકોને પડતી હાલાકીનો પ્રશ્ન રજુ કરવામાં આવ્યો હતો. વાહન ડિટેઇન થવાને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીની સારવાર માટે વ્યવસ્થાની કામગીરીમાં જોતરાયેલા લોકોની મુશ્કેલીમાં વધારો થતો હતો. રાજ્યકક્ષાના મંત્રીની રજુઆત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ અને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને માસ્ક સિવાયના દંડ નહિ ઉધરાવવા માટે સ્પષ્ટ સુચના આપી હતી. જો કે આ અંગે કોઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી.
મુખ્યમંત્રીની સુચનાનું અમલ વડોદરામાં નહિ થતુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.સમગ્ર મામલે ભોગ બનનાર સંજય યાદવે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે છાણીમાં રહુ છું. હાલ કોઇ નોકરી નથી. છુટ્ટક કામ કરૂ છું. ગત રોજ નોકરી પરથી પરત ફરેલી મારી બહેનને લેવા માટે હું જઇ રહ્યો હતો. ત્યારે છાણી પોલીસ સ્ટેશન નજીક મને પોલીસે પકડ્યો હતો. મેં માસ્ક પહેર્યું હતું. મારી પાસે પોલીસે લાયસન્સ સહિતની વસ્તુઓ માંગી હતી. મેં આપી હતી. ત્યાર બાદ મારી નંબર પ્લેટ જુની હોવાને કારણે પોલીસે મને આરટીઓનો મેમે પકડાવી દીધો હતો. મેં પોલીસ કર્મીને દંડના પૈસા ચુકવવાની તૈયારી બતાવી હતી. તેમ છતાં તેઓએ મારી બાઇકને જપ્ત કરી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા કરવામાં આવેલી રજુઆતને પગલે મુખ્યમંત્રીએ જરૂરી સુચનો આપ્યા પરંતુ તેનું અમલીકરણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.