અદિતી હોટલમાં ગત સવારે 11-30 વાગ્યાના અરસામાં 21 વર્ષીય સોનમકુમારીએ રૂમ બુક કરાવી ચેકઇન કર્યુ હતું
કોલેજ - હોસ્ટેલ તંત્રની બેદરકારીના કારણે મારી છોકરી બહાર નિકળી - વિદ્યાર્થીનીના પિતા
મારી દિકરીના આપઘાત મામલે ન્યાયીક તપાસ થવી જોઇએ અને જવાબદારો સામે કાર્યાવાહી થાય તેવી મારી માંગ પિતાએ કરી હતી
WatchGujarat. શહેર નજીકના વાઘોડીયા સ્થિત આવેલી પારૂલ યુનિ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગત સાંજે સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતી હોટલમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસે રૂમમાં તપાસ કરતા અંગ્રેજીમાં લખેલી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. પુત્રીના આપઘાત અંગે પિતાને જાણ થતાં તેઓ તાત્કાલીક વડોદરા દોડી આવ્યાં હતા. જ્યાં તેમણે યુનિ.ની હોસ્ટેલ અને તંત્ર સામે આક્ષેપો કરી ન્યાયીક તપાસ અને જવાબદારી સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.
સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતી હોટલમાં ગત સવારે 11-30 વાગ્યાના અરસામાં 21 વર્ષીય સોનમકુમારીએ રૂમ બુક કરાવી ચેકઇન કર્યુ હતુ. થોડા સમય બાદ સોનમને મળવા માટે બે યુવકો હોટલ પર પહોંચ્યા હતા. જેથી રિસેપ્શન પર હાજર મેનેજરે સોનલના રૂમમાં ફોન કર્યો હતો. પરંતુ કોઇ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ મેનેજરે સોનમના મોબાઇલ ઉપર ફોન કરતા કોઇ પ્રતિઉત્તર ન મળતા તેઓ માસ્ટર કી લઇ રૂમ પર પહોંચ્યા હતા. જ્યાં રૂમનો દરવાજો ખોલતા સોનમ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.
બનાવને પગલે હોટલ મેનેજર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં પોલીસને રૂમમાંથી અંગ્રેજીમાં લખેલી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. દરમિયાન ઘટના અંગે સોનમના પતિને જાણ કરતા તેઓ તાત્કાલીક વડોદરા દોડી આવ્યાં હતા.
વડોદરા આવી પહોંચેલા 21 વર્ષીય સોનમના પિતા સુનિલકુમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, મારી પુત્રી પારૂલ યુનિવર્સિટીમાં ભણતી અને હોસ્ટેલમાં રહેતી હતી. અગાઉ કોરોનાની સ્થિતીના કારણે તેના ક્લાસ ઓનલાઇન ચાલતા હતા. જો કે, ડિસેમ્બર-20 માં કોલેજ દ્વારા ઓફ લાઇન શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું હતું. તેથી મારી પુત્રી સોનમને અહિંયા મુકવા આવ્યો હતો.
અમારી જાણ પ્રમાણે, હોસ્ટેલમાં રહેતી કોઇ પણ છોકરીને પુર્વ મંજુરી વગર બહાર નિકળવાની મનાઇ છે. તેમ છત્તા કોલેજ - હોસ્ટેલ તંત્રની બેદરકારીના કારણે મારી છોકરી બહાર નિકળી હતી. મારી પુત્રીને કોઇ હેરાન કરતું હશે. જેને કારણે ડિપ્રેશનમાં આવીને તેણે આ પગલું ભર્યું હશે. અને તે જાણતી હતી કે, પપ્પા મહેનત કરીને બધાને ભણાવી રહ્યા છે.
મારી છોકરીએ જે હોટેલમાં ગળે ફાંસો લગાડ્યો છે. ત્યાંના સીસીટીવી ફુટેજ મેં જોયા છે. તેમાં મારી છોકરીને મળવા માટે બે છોકરાઓ આવે છે. છોકરાઓને હોટેલ વાળા જતા આટકાવે છે. અને તેઓની પુછપરછ કરતા તેઓ નાસી જાય છે. પરંતુ જ્યારે હોસ્ટેલમાંથી કોઇ વ્યક્તિ બહાર ન નિકળી શકે ત્યારે મારી છોકરી બહાર જ કેવી રીતે આવી તે સવાલ છે. મારી છોકરીના મોત પાછળ યુનિવર્સિટી અને હોસ્ટેલ તંત્રની નિષ્કાળજી જવાબદાર છે, મારી દિકરીના આપઘાત મામલે ન્યાયીક તપાસ થવી જોઇએ અને જવાબદારો સામે કાર્યાવાહી થાય તેવી મારી માગ છે.