• પાલિકાની મુખ્ય કચેરી પાછળ શહેરની સૌથી મોટું શાકભાજી-ફ્રૂટનું ખંડેરાવ માર્કેટ આવેલું છે
  • ખંડેરાવ માર્કેટમાં રવિવારે મોડી સાંજે આગની ઘટના બની
  • આગ વિકરાળ બને તે પહેલા ફાયર ડિપાર્ટમેન્ટના સ્ટાફે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કરી દીધા

WatchGujarat. પાલિકાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ મોદી સાંજે ખંડેરાવ માર્કેટ પાછળ આવેલી એક દુકાન સહીત બે મકાનોમાં આગ આગ લાગવાની ઘટના બની છે. આગને પગલે આસપાસના લોકોએ ફાયરબ્રિગેડને કોલ કરતા આગ ઓલવવા માટે ફાયર ફાઈટર લાઈનસર આવવાના શરુ થઇ ગયા હતા. એક એક સાયરન ગુંજી ઊઠવાને કારણે કારણે વિસ્તારના લોકોમાં ઉત્તેજના વ્યાપી છે.

વડોદરામાં પાલિકાની મુખ્ય કચેરી પાછળ શહેરની સૌથી મોટું શાકભાજી-ફ્રૂટનું ખંડેરાવ માર્કેટ આવેલું છે. ખંડેરાવ માર્કેટ વર્ષોથી એક જગ્યાએ કાર્યતર છે. જ્યાં મોટા વેપારીઓ પોતાનો માલ સાચવવા માટે ગોડાઉન પણ અહીંયા જ રાખેલા છે. રવિવારે ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકો સાંજે ઘરમાં નિરાંતે સમય પસાર કરી રહ્યા હતા.

બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર રવિવારે મોડી સાંજે ખાંડેરાવ માર્કેટમાં ત્રિભુવનદાસની પેઢી પાસે આવેલી એક દુકાન સહીત બે મકાનોમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની જાણ થતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના અંગે જા થતા તાત્કાલિક ફાયર ફાઈટર સ્થળ પર જવા રવાના થયા હતા. એક પછી એક ફાયર ફાઈટર ઘટના સ્થળે આવતા વિસ્તાર સાયરનોથી ગુંજી ઉઠ્યો હતો.

આગ વિકરાળ બને તે પહેલા ફાયર ડિપાર્ટમેન્ટના સ્ટાફે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કરી દીધા હતા. ચાર જેટલા ફાયર ફાઈટર વાહનો આગ કાબુ કરવાની કામગીરીમાં જોડાયેલા છે. જરૂર પડ્યે વધુ ફાયર ફાઈટર કામગીરીમાં જોડાઈ શકે છે. આગ લાગવાની ઘટનાને પગલે કોઈ જાણ હાનિ થઇ ન હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud