• ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3 માં પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં પર 35 વર્ષ બાદ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી ન હતી
  • પાટીદાર મતદારોને આકર્ષવા માટે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ વોર્ડ નમ્બર 3 ના મતવિસ્તારમાં સભા યોજી
  • મતદાનના દિવસે પાસ વગર સાંસદ બુથ સુધી પહોંચતા તેમને પરત જવા કહેવાયું

WatchGujarat. 21 ફેબ્રુઆરીના રોજ વડોદરા સહીત 6 નગર પાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. મતદાનના દિવસે સંસદ રંજનબેન ભટ્ટ સમારોડ પર આવેલી એક શાળામાં કાર્યરત મતદાનમથકમાં બુથ સુધી જઈ પહોંચ્યા હતા. જેને લઈને રાજકીય પાર્ટીના પોલ એજન્ટોએ તેનો વિરોધ ઉઠાવ્યો હતો. અને મામલે વિવાદ સર્જાયો હતો. સમગ્ર મામલે વિડીયો વાઇરલ થતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3 માં પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં પર 35 વર્ષ બાદ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી ન હતી. જેને લઈને ટિકિટ વહેંચણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો. પાટીદાર મતદારોને આકર્ષવા માટે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ વોર્ડ નમ્બર 3 ના મતવિસ્તારમાં સભા યોજી હતી. મતદાનના દિવસે વોર્ડ નમ્બર 3 ના મતવિસ્તારમાં આવેલ નૂતન વિદ્યાલયમાં આવેલા મતદાન મથકના વોટિંગ બુથ સુધી પહોંચી ગયા હતા. જેને કારણે ચાલુ મતદાને વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે એક વિડીયો સપાટી પર આવ્યો છે, જેમાં કોંગ્રેસના પોલીગ એજન્ટે વિરોધ દર્શાવ્યો હતો.

વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, સંસદ રંજનબેન ભટ્ટ શાળામાં પ્રવેશતા જ તેમને અટકાવવામાં આવે છે. અને તેમની પાસે પાસ માંગવામાં આવે છે. તેમ છત્તા વિરોધને અવગણીને તેઓ શાળામાં જાય છે અને મતદાન કેન્દ્ર સુધી પહોંચે છે. છેલ્લે સુધી તેમનો વિરોધ થાય છે. એક તબક્કે ચૂંટણીમાં રોકાયેલો સ્ટાફ પણ તેઓને પરત જવા માટે કહે છે. આમ, રંજનબેન ભટ્ટની શાળામાં લટારને કારણે વિવાદ સર્જાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud