રાજસ્થાન તરફથી આવતી કાર રસ્તા પર બાજુમાં ઉભી રાખેલી પીકઅપ વાન સાથે ભટકાઇ
પીકઅપ વાન ચાલક કુદરતી હાજતે જવા માટે વાહન રસ્તા પર મુકી ગયો હતો
એટલી જોરમાં કાર ભટકાઇ કે અકસ્માતમાં તેમાં બેઠેલા લોકો ચગદાયા
આખરે કારમાં આગ લાગતા કારમાં બેઠેલા લોકો જીવતા ભુંજાયા
WatchGujarat. ઝાલોદ બાયપાસ નજીક હ્રદય હચમચાવી નાંખે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. બુધવારે સવારના સમયે બાયપાસ રોડ નજીક નહેર પાસે રાજસ્થાન બાજુથી પુરપાટ ઝડપે આવતી કાર રોડ સાઇડ પર ઉભેલી પીકઅપ ગાડીમાં ભટકાઇ હતી. ત્યાર બાદ કાર ડિવાઇડરમાં ઘુસી ગઇ હતી. દરમિયાન આકસ્મીક રીતે કારમાં આગ લાગતા કારમાં બેઠેલા બે લોકો ભડથું થઇ ગયા હતા. પોલીસે તેમના બળીગયેલી હાલતમાં મૃતદેહને બહાર કાઢી તેમની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ તાલુકાના ખંગેલા ગામના ખારાકુવા ફળિયામાં રહેતા નિતેશભાઇ કાનજીભાઈ મેડા તેમની પીકઅપ ગાડીમાં દાહોદ જીઆઇડીસી માંથી તિજોરીઓ ભરી રાજસ્થાન ભિલવાડા ખાતે ખાલી કરી પરત આવતા હતા. દરમિયાન આજે સવારે આઠ વાગ્યાના સુમારે ઝાલોદ બાયપાસ રોડ પર નહેર પાસે રોડની સાઈડમાં પોતાની પીકપ ગાડી ઉભી રાખી નજીકના કોતરમાં કુદરતી હાજતે ગયા હતા. ત્યારે રાજસ્થાન બાજુથી પુરપાટ દોડી આવતી કાર રોડની સાઈડમાં ઉભેલા પીકઅપ ગાડીના પાછળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી.
અકસ્માતમાં ગાડીમાં બેઠેલ ડ્રાઇવર સહિત બે જણા દબાઈ ગયા હતા. ત્યાર બાદ કાર ડિવાઈડર સાથે અથડાતા અચાનક આગ લાગી હતી. અને જોતજોતામાં આખી કાર ભડકે બળવા લાગી હતી. આગ એટલી જલ્દી પ્રસરી કે ગાડીમાં બેઠેલ ચાલક સહિત બંને લોકોને સળગતી કારમાંથી નીકળવાનો કોઈ મોકો મળ્યો ન હતો. અને બંને જણા કારમાં જ બળીને ભડથું થઇ હતા.
ઘટનાની જાણ થતાં જ ઝાલોદ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સ્થાનિકોની મદદ લઇ આગ ઓલવી હતી. તથા અકસ્માતમાં ચગદાયા બાદ આગમાં હોમાઇ ગયેલી મૃતકોની લાશ મહામુસીબતે કારમાંથી બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. ઝાલોદ પોલીસે ગુનો નોંધી કાર કોની હતી અને અંદર બેઠેલ કોણ હતા તેની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.