ડભોઇના ભાવપુરા બુજેટા ગામના પશુપાલકોનું બરોડા ડેરી બહાર દૂધ ઢોળીને વિરોધ
બુજેટા ગામના પશુપાલકોએ દૂધ ઢોળી દેતા ડેરીના ગેટ પાસે દૂધની રેલમછેલ થઈ
બરોડા ડેરીના ગેટની બહાર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો
પશુપાલકોની આમરણાંત ઉપવાસની ચીમકી
WatchGujarat ડભોઇ તાલુકાના ભાવપુરા બુજેટા ગામની દૂધ ઉત્પાદક મંડળીના દૂધ ભરતા પશુપાલકોરોષે ભરાયા છે. છેલ્લા 60 દિવસથી બરોડા ડેરી દ્વારા દૂધનું પેમેન્ટ ન ચૂકવાતા અને એકાએક ગામની દૂધ ઉત્પાદક મંડળી બંધ કરી દેવાતા દૂધ ભરતા પશુપાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે પશુપાલકો દૂધ ભરેલા કેન ભરીને બરોડા ડેરી ખાતે ધસી આવ્યા હતા અને ગેટની બહાર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. પશુપાલકોની આગામી દિવસમાં ભૂખ હડતાલ પર ઊતરવા ચીમકી પણ આપવામાં આવી છે.
વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની અગ્રણી બરોડા ડેરી દ્વારા ડભોઇ તાલુકાના ભાવપુરા બુજેટા ગામની દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોને છેલ્લા 60 દિવસથી દૂધનું પેમેન્ટ ન ચૂકવાતા સભ્યોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. આજે એકાએક દૂધ ઉત્પાદક મંડળી બંધ કરી દેવાતા દૂધ ઉત્પાદકો દૂધ ભરેલા કેન લઈને બરોડા ડેરી ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં બરોડા ડેરીના ગેટની બહાર દૂધ રસ્તા પર ઢોળીને ડેરીના વહીવટ કર્તાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે દૂધ ઉત્પાદક સભ્યોએ છેલ્લા 60 દિવસથી ભરવામાં આવી રહેલા દૂધના નાણાં ચૂકવવા માટે ઉગ્ર માગણી પણ કરી હતી અને ડેરીના વહીવટ કર્તાઓ સામે દેખાવો અને સૂત્રોચ્ચારો કર્યાં હતા.
https://youtu.be/hI3VYPHcEs0
દૂધ ઉત્પાદક સભ્યોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમારા ગામની દૂધ મંડળી બંધ કરી દેવામાં આવી છે અને અમારા ગામનું દૂધ અમારા ગામથી 5 કિ.મી. દૂર આવેલા બીજા ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં ભરવા માટે જણાવવામાં આવ્યુ છે. તે સામે અમારો વિરોધ છે, પરંતુ, અમારી મંડળી ચાલુ રાખવામાં આવે અને છેલ્લા 60 દિવસ સુધી બરોડા ડેરી દ્વારા લેવામાં આવેલા દૂધના પુરેપુરા નાણાં ચૂકવવામાં આવે. તેમજ અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો બરોડા ડેરીના ગેટ પાસે આમરણાંત ઉપવાસ પર બેસી જઈશું જેની જવાબદારી બરોડા ડેરીના વહીવટ કર્તાઓની રહેશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.
બરોડા ડેરીની ગેટની બહાર ભાવપુરા બુજેટા ગામના પશુપાલકોએ દૂધ ઢોળી દેતા ડેરીના ગેટ પાસે દૂધની રેલમછેલ થઈ હતી. રોડ ઉપર દૂધની રેલમછેલ થતાં પસાર થતા લોકો પણ ગામ લોકોનો વિરોધ જોઇ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ભાવપુરા બુજેટા ગામના લોકોએ જણાવ્યું હતું કે, કોરોના કાળના સમય દરમિયાન અને ગામના પશુપાલકો માટે એકમાત્ર આજીવિકાનું સાધન દૂધ છે, ત્યારે બરોડા ડેરી દ્વારા કોઈપણ જાતની જાણ કર્યાં વગર અમારા ગામની દૂધ મંડળી બંધ કરી દેવામાં આવતા દૂધ ઉત્પાદકોને આજે ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે અને છેલ્લા 60 દિવસથી અમને અમારા નાણાં ન મળતા દૂધ વેચીને ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની ગઈ છે.
વહીવટ કર્તાને ચાર્જ સોંપી દીધો હોટ તો વહીવટ કર્તા દ્વારા એમને દર 10 દિવસેનું પેમેન્ટ એમના ખાતામાં નાખી દેવામાં આવેત
બીજી તરફ બરોએ ડેરીના અધિકારી ડો. ગજેરાએ પશુપાલકોના ઉગ્ર દેખવા બાદ જણાવ્યું હતું કે, જિલ્લા રજીસ્ટારએ મંડળી નો વહીવટ કરવા માટે સંઘની નિમણુંક કરતા સંઘ દ્વારાએ વિભાગના સુપરવાઇઝરહિતેશ પટેલની વહીવટ કર્તા તરીકે નિમણુંક કરી હતી. વહીવટ કરતા તરીકેની નિમણુંક થાય ત્યારે મંત્રી અને પ્રમુખનું વલણ હોય તે બેંકમાં બંધ થઇ જાય છે. એ જિલ્લા રજિસ્ટારના હુકમના અનુસંધાને થાય છે. ત્યારે ભાવપુરા મંડીએ એમને ચાર્જ સોંપી દીધો હોટ તો એ વહીવટ કરતા દ્વારા પેમેન્ટ બેન્કમાંથી લઇ અને દરેક સભાસદના ખાતામાં નાખી દેવાની પ્રક્રિયા કરવામાં આવેત.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદકો જે આવયે છે. તેમની લાગણી બરાબર છે. એક મહિનાથી દૂધ ભરતા હતા. એમને પેમેન્ટ નથી મળ્યું. પેમેન્ટ શા માટે નથી મળ્યું. કેમ કે જો વહીવટ કર્તાને ચાર્જ સોંપી દીધો હોટ તો વહીવટ કર્તા દ્વારા એમને દર 10 દિવસેનું પેમેન્ટ એમના ખાતામાં નાખી દેવામાં આવેત. મંડળ દવારા કોનું કેટલું દૂધ લીધું છે. તેની માહિતી સંઘમાં આજે રજૂ કરે તો કાલે તેના ખાતાની અંદર પૈસા નાખી દેવામાં આવશે.