વડોદરામાં (Vadodara) ચોમાસા દરમિયાન મગર સહિતના વન્યજીનો બહાર નિકળતા હોય છે
શહેરીજનો આશ્રર્યમાં મુકાય તેવી ઘટના ગતરોજ સામે આવી છે
ચાલુ બુલેટે કોબ્રા સાપ (Cobra Snake) નિકળતા યુવકે હાથ મારીને બેસાડી દીધો હતો
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના (Wild Life Rescue Trust) વોલંટીયરે સાપને સાવચેતી પુર્વક ઝેરી સાપને રેસ્ક્યૂ કર્યો હતો
[caption id="attachment_1224695" align="aligncenter" width="1280"] Gujarat, Vadodara Cobra rescue from Royal Enfield Bullet[/caption]
Watchgujarat. ચોમાસામાં વન્ય જીવો જાહેરમાં નિકળવાની ઘટના સામે આવતી હોય છે. પરંતુ વડોદરામાં ગતરોજ આશ્ચર્યમાં મુકે તેવી ઘટના સામે આવી હતી. અકોટા દાંડીયા બજાર બ્રિજ પર બુલેટ લઇને જઇ રહેલા યુવકની સામે સ્ટીયરીંગ પર ઝેરી કોબ્રા સાપ આવ્યો હતો. અચાનક આવેલા સાપને યુવકે હાથ મારી નીચે બેસાડી દીધો હતો. ત્યાર બાદ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયરે કોબ્રાને સલામત રીતે રેસ્ક્યૂ કર્યો હતો.
https://youtu.be/yvFffw8mWB8
વડોદરામાં ચોમાસા દરમિયાન મગર સહિતના વન્યજીનો બહાર નિકળતા હોય છે. કેટલીક વખત ટુ વ્હીલરમાં ભરાયેલા સાપ પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યાના કિસ્સા શહેરમાં બની ચુક્યા છે. હાલ ચોમાસાની રૂતુ આવવાની તૈયારી છે ત્યારે શહેરીજનો આશ્રર્યમાં મુકાય તેવી ઘટના સામે આવી છે. ગત રોજ તરસાલી વિસ્તારમાં રહેતો સંદિપ ચૌહાણ નામનો યુવક રાત્રે 11 કલાકે પોતાના બુલેટ પર અટોકા દાંડીયાબજાર બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો. યુવક ચાર રસ્તા પહોંચે કે તેના સ્ટીયરીંગ પર સાપ દેખાયો હતો.
બુલેટ ચાલુ હોવાને કારણે ચાલકે હિંમત બતાવીને સાપને હાથ મારીને નીચે બેસાડી દીધો હતો. હાથ મારવને કારણે સાપ પેટ્રોલની ટાંકીની નીચે જઇને ભરાઇ ગયો હતો. ત્યાર બાદ બુલેટના રોડની બાજુમાં મુકીને ચાલક ઉતરી ગયો હતો. સ્થળ પર પોલીસ કર્મીઓ એકત્ર થયા હતા. બુલેટમાં ભરાઇ રહેલા સાપને રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસીડેન્ટ અરવિંદ પવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રેસ્કયૂ માટે વોલંટીયર અરૂણ સુર્યવંશી ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને બુલેટમાં છુપાયેલા સાપને સાવચેતી પુર્વક બહાર કાઢીને રેસ્ક્યૂ કર્યો હતો. અરૂણે સાપની ઓળખ ઝેરી કોબ્રા તરીકે કરી હતી.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસીડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું કે, કોબ્રાને ગુજરાતીમાં નાગ કહેવાય છે. અને ઝેરી સાપ છે. આ સાપ કરડ્યા બાદ સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે. લોકોએ બુટ, કુંડા, વાહનોની આસપાસ સાપ જોવા મળતા હોય છે. વાહન કાઢતા પહેલા એક નજર કરી લેવી જોઇએ. જો ક્યારે પણ સાપ સામે આવો તો તેને જાતે રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ કરવો નહિ. ઝેરી સાપના દંશથી મૃત્યુ પણ થઇ શકે છે.
Gujarat, Vadodara Cobra rescue from Royal Enfield Bullet