હોટેલમાં યુવતીની જે બહેનપણીઓ રોકાઈ હતી તેણે પોલીસને યુવતીએ ઝેર પીધું હોવાનું નિવેદન આપ્યું
પંકજ સાથે સેલવાસમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો
સવારે યુવતી ન ઉઠતા પંકજે ત્રણેયનો રૂમનો દરવાજો ખખડાવી મૃતકના પરિવારને જાણ કરી
WatchGujarat. સુરતની પીપલોદમાં આવેલી ઓયો હોટેલમાં રાતે સુતા બાદ મોતને ભેટેલી યુવતીના મોત મામલે નવો ચોકાવનારો ખુલાસો થયો છે. યુવતી જેની સાથે હોટેલમાં રોકાઈ હતી તે તેનો કહેવાતો મામો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ પોલીસ સમક્ષ યુવતી સાથે તેનું પ્રેમ સબંધ હોવાનું પણ બહાર આવ્યું છે. તેમજ તે હોટેલમાં યુવતીની જે બહેનપણીઓ રોકાઈ હતી તેઓએ પોલીસને યુવતીએ ઝેર પીધું હોવાનું નિવેદન આપ્યું છે. જો કે હાલ આ મામલે પી.એમ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટેલમાં થર્ટી ફસ્ટની ઉજવણી કરવા માટે કતારગામ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી તન્વી દિલીપભાઈ ભાદાણી પંકજ ગોહિલ નામના યુવક સાથે ગયી હતી. જો કે રાતે સુતા બાદ સવારે તન્વી ઉઠી ન હતી. અને આ મામલે યુવકે પરિવારને જાણ કર્યા બાદ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. અને 4 દિવસ બાદ પોલીસ તપાસમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવી છે
કહેવાતો મામો પ્રેમી નીકળ્યો
કહેવાતો મામો પંકજ યુવતીનો બોયફ્રેન્ડ નીકળ્યો છે. પંકજ સાથે સેલવાસમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો પાછો શુક્રવારે રાત્રે પણ થયો હતો. યુવતી ટોઇલેટમાંથી બહાર આવી ત્યારે બહેનપણીઓને ઝેર પીધાનું કહ્યું હતું. આથી બહેનપણીઓએ બીજા રૂમમાં લઈ જઈ વોમિટ કરાવી હતી. બહેનપણીઓએ તેને સમજાવી હતી કે આવું ન કરાય, ત્યારે યુવતીએ કહ્યું કે, હું તો મજાક કરૂ છું. મે કશું પીધું નથી. રાત્રે પણ પાછી વોમિટ કરી હતી. પાર્ટી પુરી થતા 12.30 વાગ્યે ત્રણેય યુવકો યુવતીઓ સાથે પોત-પોતાના રૂમમાં ગયા હતા. સવારે યુવતી ન ઉઠતા પંકજે ત્રણેયનો રૂમનો દરવાજો ખખડાવી મૃતકના પરિવારને જાણ કરી હતી.પોલીસને રૂમમાંથી ખાલી દારૂની બોટલ પણ મળી હતી. અઢી વર્ષથી યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની વાત પણ પંકજે પોલીસ સમક્ષ કબૂલી હતી. યુવતીએ ખરેખર ઝેર પીધું છે કે કેમ તે જાણવા ઉમરા પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
પરિવારે આખી બોડી દાનમાં આપવાની વાત કરી
તન્વી ના પિતા દિલીપભાઈ એ watchgujarat.com સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મને મારી દીકરી તન્વી ની આખી બોડી ડોનેટ કરવી છે પરંતુ તન્વી ના મૃત્યુને વધારે સમય હોવાના કારણે સિવિલના ડોક્ટરોએ ફક્ત તન્વી ની આંખો જ દાનમાં સ્વીકારી હતી. તન્વીના પિતાએ સિવિલના ડોક્ટરોને ત્રણ થી ચાર વખત રજૂઆત કર્યા છતાં ડોક્ટરોએ બોડી દાનમાં લેવાની ના પાડી દીધી હતી. તન્વીના પિતા દ્વારા ડોક્ટરને કહેવામાં આવ્યું કે મેડિકલ કોલેજમાં ભણતા ડોક્ટરોને તન્વી ની બોડી પ્રેક્ટિસ માટે કામ લાગી શકે. આવી રજૂઆત પણ તન્વી ના પિતા એ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને કરી હતી.
પરંતુ ડોક્ટરોએ બાબતે કહ્યું અમારી પાસે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ના પ્રેક્ટિસ માટે પુરતી ડેડબોડી છે. જેથી અમે તન્વી ની બોડી ઓર્ગન ડોનેટ અથવા પ્રેક્ટિસ માટે પણ લઈ શકતા નથી.