બારડોલીમાં બે બહેનોએ જાનપ્રસ્થાન પહેલા મતદાનને મહત્વ આપ્યું
બંને બહેનોનું મતદાન પ્રત્યેની નિષ્ઠા જોઇ અન્ય લોકો પણ પ્રેરાયા
બારડોલી નગર ની 36 બેઠકો માટે 50 હજાર થી વધુ મતદારો મતદાન કરશે
WatchGujarat. રવિવારે રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં સવારે સાત કલાકથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતુ. સવારથી જ ગ્રામિણ વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે મતદાન કરવામાં સામાન્ય જનતાની સાથે વર-વધૂ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યાં હોય તેમ મતદાન કરી રહ્યાં છે. સુરતના કામરેજમાં પ્રભુતામાં પગલાં માંડતા પહેલા બોરડોલીની બે બહેનોએ મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી હતી. જેને કારણે આસપાસના લોકો પણ મતદાન કરવા પ્રેરાયા હતા.
https://youtu.be/CLMKeIv5O64
બારડોલીની દીપાલી અને રિદ્ધિ બે બહેનોના આજે લગ્ન છે. પણ બંને બહેનોએ પહેલા મતાધિકારને પ્રાથમિકતા આપી હતી. આ બહેનો સોળે શણગાર સજીને પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવી હતી. અને મતદાન કરી ખુશ લાગી રહી હતી. તેમને સજીધજીને મતદાન કરતા જોઇને આસપાસના લોકોમાં પણ મતદાન કરવાનો ઉત્સાહ છવાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, બારડોલી નગર ની 36 બેઠકો માટે 50 હજાર થી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે તાલુકા ની વાત કરી એ તો 22 બેઠકો પેકી બેઠક બિન હરીફ થતા 21 બેઠક ના 134 બુથ ઉપર મતદાન થવાનું છે. 274 જેટલા ઇ વી એમ પણ રાખવામાં આવ્યા છે. તાલુકાની 21 બેઠકના 134 બુથ ઉપર મતદાન થવાનું છે. 274 જેટલા ઇવીએમ પણ રાખવામાં આવ્યા છે. બારડોલી નગરપાલિકાની ચૂંટણી માટે 49 બુથ છે. જેમાં 81 જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.