ડાયમંડ હોસ્પિટલ દ્વારા દીકરીના જન્મને વધાવવા માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી
સમાજના અગ્રણીઓ અને દાતાઓના સહયોગથી દીકરીઓને એક લાખ રૂપિયાના બોન્ડ આપવાની શરૂઆત કરાઈ
અત્યારસુધી આવી 2 હજાર જેટલી દીકરીઓને બોન્ડ આપવામાં આવ્યા છે
આ યોજનાનો લાભ ઘણા ગરીબ અને રત્નકલાકારોના પરિવારોએ લીધો
WatchGujarat. સુરતની એક હોસ્પિટલ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓને પ્રોત્સાહન આપવા માટે અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં દિકરીના જન્મને વધાવવા માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના મુજબ દિકરીઓને એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે સુરતના વરાછા ચીકુવાડી વિસ્કારમાં આવેલી ડાયમંડ હોસ્પિટલ દ્વારા દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલી ખાસ યોજના અંતર્ગત દીકરીના જન્મ પર અને બીજી દીકરીના પણ જન્મ થવા પર તેમને મેચ્યોરિટી પર એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. આ યોજના રત્નકલાકારો અને ગરીબ પરિવારોને મેડિકલ સહાય માટે ઘણી મદદરૂપ સાબિત થઇ રહી છે.
https://twitter.com/BoghawalaHemali/status/1419263862243663877?s=08
મળતી વિગતો અનુસાર સુરતની ડાયમંડ હોસ્પિટલ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 દીકરીઓને એક-એક લાખ રૂપિયાના બોન્ડ સોંપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2014માં આ હોસ્પિટલનું નિર્માણ થયું હતું. જે બાદ સમાજના અગ્રણીઓ અને દાતાઓના સહયોગથી બેટી બચાવોના અભિયાન માટે દીકરીઓને બોન્ડ આપવાની આ ખાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.
મહત્વનું છે કે યોજનાની શરૂઆતથી લઈને અત્યારસુધી 2 હજાર જેટલી દીકરીઓને બોન્ડ આપવામાં આવ્યા છે. પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી આ કામગીરી થઈ શકી નહોતી. મળતી માહિતી મુજબ આવનારા દિવસોમાં વિતરણ કરવા માટે આવા કુલ 500 બોન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં 10 દીકરીઓને બોન્ડ આપવામાં આવ્યા હતા. જે દીકરીઓ કાર્યક્રમમાં નહોતી આવી શકી તેમના ઘર સુધી આ બોન્ડ પહોંચાડવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્પિટલ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમણે હોસ્પિટલના આ પ્રયાસની સરાહના કરી હતી. તમને જણાવી દઈએ કે દીકરીના જન્મ સમયે આપવામાં આવનાર આ બોન્ડ દીકરી 20 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયાની રકમ મળવાપાત્ર થતી હતી. જોકે હવે બેકના વ્યાજના દર ઘટવાને કારણે દીકરી 25 વર્ષની થાય ત્યારે તે રકમ મળવાપાત્ર થશે.