યસ બેંકમાંથી હયાતી વગરના વાહનોના બોગસ દસ્તાવેજો બનાવી તેને રજુ કરી 8.65 કરોડની 53 લેવામાં આવી હતી
8.65 કરોડની 53 લોન લેનારા 20 વ્યક્તિઓ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે.
WatchGujarat સુરતના સહારા દરવાજા સ્થિત આવેલી યસ બેંકમાંથી હયાતી વગરના વાહનોના બોગસ દસ્તાવેજો બનાવી તેને રજુ કરી 8.65 કરોડની 53 લોન લેનારા 20 વ્યક્તિઓ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન વાહનોના બોગસ દસ્તાવેજો બનાવી તેને રજુ કરી 8.65 કરોડની છેતરપિંડીમાં સંડોવાયેલા યસ બેંકના બે સેલ્સ મેનેજરની ધરપકડ કરી છે.
સુરતના સહારા દરવાજા સ્થિત યસ બેંકમાં હયાતી વગરના વાહનોના બોગસ દસ્તાવેજો તેમજ ખોટી વિમા પોલીસીઓ બનાવી રજુ કરી રૂ.8.65 કરોડની 53 લોન લેનાર 20 વ્યક્તિ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં રૂ.5.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ બે માસ અગાઉ નોંધાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચે અગાઉ વાહન લોન કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગેરેજ માલિક ઈર્શાદ પઠાણ, તેના ભાઈ સહિત પાંચની ધરપકડ કરી હતી. દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે આજરોજ આ ગુનામાં યસ બેંકના બે સેલ્સ મેનેજર કેયુર મુકેશચંદ્ર ડોક્ટર અને ધવલ હેમંતભાઈ લીંબડની ધરપકડ કરી હતી.
#Surat - LOAN SCAM : કંપનીમાં ઉત્પાદન થયા વગર વાહનો કાગળ પર બનાવી YES BANK માંથી રૂ. 8.64 કરોડની લોન લીધી
યસ બેંકના બંને સેલ્સમેને રજની પીપલીયા નામના વ્યક્તિ સાથે મળી યુઝ વ્હીકલ લોનની પ્રોસેસ વર્ષ 2016 થી 2018 દરમિયાન કરી હતી. તે માટે રજની હયાતી વગરના વ્હીકલના પેપર્સ અલગ અલગ કસ્ટમર પાસેથી લાવી બંનેને આપતો હતો અને બંને તેમની બેંકના અલગ અલગ ડીએસએ-લોન એજન્ટના કોડમાં ફાઈલ લોગઈન કરી તેમના સિક્કા અને સહી પણ જાતે કરતા જેથી ડીએસએ-લોન એજન્ટે તેમને વેરીફાય કર્યા છે. તેવું દર્શાવી શકાય.
લોન પાસ થયા બાદ જે કમિશન મળતું તે પણ બંને ડીએસએ-લોન એજન્ટના બેંક એકાઉન્ટમાં આવતું તેને ડીએસએ-લોન એજન્ટ પાસે રજની અને તેના ભાઈ ચિરાગના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોવાનો ઘટસ્ફોટ થતા ક્રાઈમ બ્રાન્ચે રજની પીપલીયાની શોધખોળ હાથ ધરી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.