સામાન્ય લોકોની સાથે સાથે તેમની સુરક્ષામાં અગ્રેસર રહેતા કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યાં છે.
પાંચ દિવસની સારવાર દરમિયાન મોત થતા પોલીસ બેડામાં શોક કાલીમા છવાઈ ગયી
WatchGujarat. સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને રોજ 800 થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે તેમની સુરક્ષામાં અગ્રેસર રહેતા કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે કોરોનાના કારણે કોરોના વોરીયર્સ અને રાંદેર પોલીસ મથકમાં એલ.આર.તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું નિધન થયું છે. મહિલા પોલીસ કર્મચારીના નિધનના પગલે પોલીસબેડામાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. પાંચ દિવસની સારવાર દરમિયાન અવસાન પામતા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.પોલીસ જવાની સુરક્ષાને લઈને જનતા દળ દ્વારા ડીજીપીને પત્ર લખવામાં આવ્યો છે.
સુરતમાં કોરોનાનો કહેર શરુ થયો ત્યારથી જ પોલીસ આગળ આવી સતત કામગીરી કરી રહી છે. જયારે લોકો ઘરમાં સુરક્ષિત હતા ત્યારે પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે રોડ પર પોતાના જીવની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહ્યા હતા.અને પોલીસની આ ફરજ આજે જયારે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે ત્યારે પણ યથાવત છે. આ દરમ્યાન સુરતમાં કેટલાય પોલીસકર્મીઓ કોરોના પોઝીટીવ પણ થયા અને કેટલાય પોલીસકર્મીઓ કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાઈ પણ ગયા છે.
https://youtu.be/uaL7njWFdLU
દરમિયાન કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન પણ થયું છે. મળતી માહિતી મુજબ સુરતના રાંદેર પોલીસ મથકમાં 25 વર્ષીય રશ્મિબેન મકનજી ભાઈ ગામીત એલ.આર. તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કોરોના પોઝીટીવ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ છેલ્લા 5 દિવસથી સારવાર હેઠળ હતા. દરમ્યાન આજે તેઓએ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
પોલીસ બેડામાં શોકનો માહોલ
સુરતમાં પોલીસકર્મીઓ કોરોનાના કહેર વચ્ચે અને કફર્યુના સમયમાં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આજરોજ મહિલા પોલીસકર્મીનું કોરોનાના કારણે નિધન થતા મહિલા પોલીસકર્મીના પરિવારજનો તેમજ પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. અને તમામ પોલીસકર્મીઓએ મૃતક મહિલા પોલીસકર્મીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સામાન્ય લોકોની સાથે સાથે તેમની સુરક્ષામાં અગ્રેસર રહેતા કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યાં છે.
પાંચ દિવસની સારવાર દરમિયાન મોત થતા પોલીસ બેડામાં શોક કાલીમા છવાઈ ગયી
WatchGujarat.સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને રોજ 800 થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે તેમની સુરક્ષામાં અગ્રેસર રહેતા કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે કોરોનાના કારણે કોરોના વોરીયર્સ અને રાંદેર પોલીસ મથકમાં એલ.આર.તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું નિધન થયું છે. મહિલા પોલીસ કર્મચારીના નિધનના પગલે પોલીસબેડામાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. પાંચ દિવસની સારવાર દરમિયાન અવસાન પામતા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.પોલીસ જવાની સુરક્ષાને લઈને જનતા દળ દ્વારા ડીજીપીને પત્ર લખવામાં આવ્યો છે.