કોરોનાની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે સિવિલ હોસ્પિટલ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી
ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શનના ભાવ બમણા વસુલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ
WatchGujarat. કોરોનાની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે સિવિલ હોસ્પિટલ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો ઇન્જેક્શન લેવા માટે બે કલાકથી વધારે સમયથી લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શનના ભાવ બમણા વસુલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોએ સરકારને પૂરતા ઇન્જેક્શન ફાળવવા અને ઇન્જેક્શનના ભાવ નક્કી કરવા અપીલ પણ કરી હતી.
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે. અને સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાની સારવારમાં જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શનની સુરતમાં અછત જોવા મળી રહી છે. ઈન્જેકશનને લઈને લોકોની લાંબી કતારો જોવા મળી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલા છયડા મેડીકલ સ્ટોર બહાર 600 થી વધુ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. લોકોએ જણાવ્યું હતું કે ઈન્જેકશની અછત છે. 5 ઈન્જેકશની અછત હોય ત્યાં માત્ર એક જ ઇન્જેક્શન મળી રહ્યું છે.
https://youtu.be/xWIkXC-syFQ
લોકો ઇન્જેક્શન લેવા માટે બે કલાકથી વધારે સમયથી લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શનના ભાવ બમણા વસુલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોએ સરકારને પૂરતા ઇન્જેક્શન ફાળવવા અને ઇન્જેક્શનના ભાવ નક્કી કરવા અપીલ પણ કરી હતી
ઇન્જેક્શનની કાળા બજારી થતી હોવાનો અક્ષેપ
આ ઈજેક્શન માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લોકો કલાકોથી તડકામાં લાઈનમાં ઉભા રહે છે. અને તેઓને અહીથી ૧૨૦૦ રૂપિયામાં ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય ખાનગી હોસ્પિટલમાં ૪ થી ૫ હજાર રૂપિયા વસુલાતા હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે લોકોને ના છૂટકે ઈન્જેકશના બમણા ભાવ ચૂકવી ખરીદી કરી રહ્યા છે. અને કેટલીક જગ્યાએ આ ઈન્જેકશનની કાળા બજારી થતી હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો છે.
લોકોને પડી રહી છે ભારે હાલાકી
ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ હોસ્પિટલના બેડ પણ હાઉસ ફૂલ થઇ રહ્યા છે. ત્યારે લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. અને સરકાર સુરતની સ્થિતિને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.