કોરોનાની સંભવિત ત્રીજી વેવને લઇને સ્થાનિક કક્ષાએ તૈયારીઓ શરૂ
હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગના લેબમાં કોરોના વેરિયન્ટ અંગેની તમામ જાણકારી મળશે
પહેલા જે રિપોર્ટ આવતા એક મહિનો થતો હતો તે હવે ફક્ત એક અઠવાડિયામાં જ આવી જશે
WatchGujarat. કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તંત્રએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોનાની બીજી લહેર ખૂબ ઘાતક સાબિત થઈ હતી. જેમાં કોરોનાના નવા મયૂટન્ટ સામે આવતા સૌથી વધુ કેસ અને મોત નોંધાયા હતા. જોકે બીજી લહેર દરમ્યાન કોરોનાના નવા વેરિયન્ટના ચેકીંગ માટે લેબોરેટરીની વ્યવસ્થા નહીં હતી. જેથી સેમ્પલોના ચેકીંગ માટે પુણેની લેબોરેટરી મોકલવામાં આવતા હતા. પરંતુ હવે આ વ્યવસ્થા સુરતમાં જ ઉભી કરાઇ છે. કારણ કે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે જીનોમ સિકવનસિંગ લેબોરેટરીને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામા આવી છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન આ ઉપરાંત સુરતમાં સાઉથ આફ્રિકન અને યુકે સ્ટ્રેન સુરતમાં જોવા મળ્યા હતા. પરંતુ હવે કોરોનાનો કયો વેરિયટ છે તે હવે સુરતમાં જાણી શકાશે. આ માટે સુરતમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગના લેબમાં થશે તપાસ
કોરોના વેરિએન્ટ હવે રાજ્યની લેબમાં જ જાણી શકાય આ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાના વેરિએન્ટ જાણવા માટે પુણેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવતા હતા. પરંતુ સુરતમાં આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગના લેબમાં કોરોના વેરિયન્ટ અંગેની તમામ જાણકારી મળી જશે.
આ અમેરિકન મશીન છે જેની કીટ ખૂબ જ મોંઘી છે. ગાંધીનગરથી પરવાનગી મળી છે અને લેબમાં મશીન પણ ઉપલબ્ધ છે. માત્ર 7 દિવસની અંદર જાણી શકાશે કે, કોરોનાનો કયો વેરિયન્ટ છે. કોરોનાની બીજી લહેરમાં સુરતમાં સાઉથ આફ્રિકન અને યુકે સ્ટ્રેન સુરતમાં જોવા મળ્યો હતો અને તેની તપાસ માટે સેમ્પલ પુણાની લેબોરેટરીમાં મોકલવામાં આવતા હતાં. અને તેનો રિપોર્ટ આવતા એક મહિના જેટલો સમય નીકળી જતો હતો.
પરંતુ થોડા સમય પહેલા જ હવે આ સેમ્પલોના ટેસ્ટિંગ સુરતમાં જ થઈ શકશે. કારણ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે જીનોમ સિકવનસિંગને મંજૂરી આપવામાં આવી છે. પહેલા જે રિપોર્ટ આવતા એક મહિનો થતો હતો તે હવે ફક્ત એક અઠવાડિયામાં જ આવી જશે.
શું છે મશીનની ખાસિયત ?
આ એક અમેરિકન મશીન છે જેની કીટ ખૂબ જ મોંઘી હોય છે. આ કીટની કિંમત લાખોમાં હોય છે. મશીન પર ટેસ્ટિંગની તમામ પ્રક્રિયા ત્રણ ચરણમાં થતી હોય છે. આ મશીનમાં એકસાથે 96 સેમ્પલ્સ મૂકી શકાય છે. સાત દિવસ તમામ પ્રક્રિયા થકી જાણી શકાય છે કે, કોરોનાનો કયો વેરિયન્ટ છે.
કોરોનાની ત્રીજી લહેર ત્રાટકે તે પહેલાં જ આગોતરા આયોજનના ભાગરૂપે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. પહેલા તમામ કેસોના 5 ટકા કેસ જીનોમ સિકવનસિંગ માટે મોકલવામાં આવતા હતા. પણ હવે સુરતમાં નોંધાતા તમામ કેસના જીનોમ સિકવનસિંગ ટેસ્ટ આ લેબોરેટરીમાં કરવામાં આવશે.