સુરતના કાપડના વેપારીને સસ્તામાં ડોલર આપવા બોલાવી કારમાં અપહરણ કરી ₹1.71 લાખ લૂંટી લઈ ભરૂચ હાઇવે ઉપર છોડી દેવાયા હતા
વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લગાવેલા CCTV અને પોકેટ કોપની મદદથી ભરૂચ C ડિવિઝન પોલીસે ટોળકીને આણંદ પાસેથી પકડી પાડી રોકડ સહિત ₹6.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
WatchGujarat. ભરૂચ C ડિવિઝન પોલીસે સસ્તા અમેરિકન ડોલરની લાલચ આપી અપહરણ કરી કારમાં બેસાડી રોકડા લૂંટી લઇ હાઇવે ઉપર નિર્જન સ્થળે છોડી ફરાર થઈ જતી ટોળકીના 4 સાગરીતોને ઝડપી પાડ્યા છે. સુરતના કાપડ વેપારીના રોકડા 1.71 લાખ લૂંટી ઝાડેશ્વર હાઇવે પર છોડી ફરાર થતી ટોળકીને આણંદ પાસેથી પકડી લેવાયા છે.
સુરતના લંબે હનુમાન રોડ મોતીનગર સોસાયટીમાં રહેતા મૂળ મહુવાના રેડીમેડ કપડાના હોલસેલના વેપારી ઉમેશ ભવાનભાઇ કલસરીયા ( આહીર ) ને તેઓના સંબંધીએ સુરતના વિનુભાઈનો સંપર્ક કરાવ્યો હતો. વિનુભાઈએ વેપારીને સસ્તા ભાવે અમેરિકન ડોલર આપવાનું કહી કામરેજથી કારમાં બેસાડી ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર લાવ્યા હતા. જ્યાં વેપારી પાસેથી રોકડા 1.71 લાખ પડાવી લઈ ડોલર નહિ આપી કારમાંથી ધક્કો મારી નિર્જન સ્થળે ઉતારી ભેજબાજો વડોદરા તરફ કાર હંકારી ફરાર થઈ ગયા હતા.
સસ્તા ભાવે ડોલર લેવાની લાલચે લૂંટાયેલા સુરતના વેપારીએ ભરૂચ સી ડિવિઝનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલીક ગુનો ડીટેકટ કરવા આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ હતી.
NH 48 પર ઝાડેશ્વર ચોકડી ખાતે લગાડેલા રાજ્ય સરકારના મહત્વકાંક્ષી VISWAS પ્રોજેકટના સીસીટીવી કેમેરાની મદદથી હ્યુંડાઈ i20 કારના નંબર મેળવી ઈ - ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત મળેલા પોકેટ - કોપ મોબાઈલમાં સર્ચ કરતા આરોપીઓનું લોકેશન આણંદ નજીક ટ્રેસ થયું હતું.
ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસ દ્વારા આરોપીઓના લોકેશન અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની હકીકત જાણવા મળતા આણંદ પોલીસની મદદ મેળવી હ્યુંડાઈ 20 કાર, સુરત વેપારીના રોકડા ₹1.71 લાખ સાથે 4 આરોપીને પકડી લીધા હતા.
ટોળકીના વિનુભાઈ ઉર્ફે હિમંતભાઈ ભવાનભાઈ ગોહીલ રહે , શોખવા ગામ તા.મહુવા, વાલજીભાઈ ધનાભાઈ મકવાણા રહે , પાળીયાદ ગામ , ચામુડા નગર , બોટાદ, હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજુભાઈ મકવાણા રહે , અમરાપર ગામ , ટંકારા, મોરબી અને અખ્તર કરીમભાઈ રતનીયા રહે , નવા અમરાપર, મોરબીની ગુનામાં વપરાયેલી કાર, 5 મોબાઈલ, રોકડા મળી કુલ ₹ 6.88 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
- સુરતના કાપડના વેપારીને સસ્તામાં ડોલર આપવા બોલાવી કારમાં અપહરણ કરી ₹1.71 લાખ લૂંટી લઈ ભરૂચ હાઇવે ઉપર છોડી દેવાયા હતા
- વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લગાવેલા CCTV અને પોકેટ કોપની મદદથી ભરૂચ C ડિવિઝન પોલીસે ટોળકીને આણંદ પાસેથી પકડી પાડી રોકડ સહિત ₹6.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો