કલોલના નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે તાજેતરમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
ACBને 30 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા
WatchGujarat. ગુજરાતના નિવૃત્ત અધિકારી પાસેથી એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ને મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવતા લાંચિયાઓમાં હડકંપ મચ્યો છે. કલોલના નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે તાજેતરમાં કેસ નોંધાયો છે.પ્રાથમિક વિગતો પ્રમાણે, એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓની તપાસમાં વિરમ દેસાઈએ રૂ. 30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન નિવૃત્ત મામલતદારના 30 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. એટલું જ નહિ રૂ. 4 કરોડનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.
વિરમ દેસાઈ પાસેથી 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ અને 11 લક્ઝુરિયસ ગાડીઓ મળી આવી છે. તો તેમનું રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાનું આવ્યું સામે છે. આશરે 3 કરોડ રૂપિયાની 11 લક્ઝુરિયસ કાર પણ મળી આવી છે. આમ, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઐતિહાસીક કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધારે મિલકત વિકસાવનાર ભ્રષ્ટ અધિકારી સામે કેસ થવાને કારણે લાંચિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તાજેતરમાં અનેક લાંચિયાઓ સામે એસીબીએ કાર્યવાહી કરી છે.