પીપવાવમાં કૉંક્રીટના જંગલો હોવા છતાં પણ જંગલનાં રાજા ગણાતા સિંહો અવારનવાર લટાર મારતા નજરે પડે
બોલો કેટલો પ્રેમ કરતા હશે મારા વિસ્તારના લોકો આ સિંહોને કે બિંદાસ પરિવાર સાથે મુખ્ય માર્ગો ઉપર લટાર મારી રહ્યા - અંબરીશ ડેર
પીપાવાવની આ ઘટના માટે વનવિભાગે ચિંતા કરવી જરૂરી કારણ કે અહીંયા હેવી ટ્રકની અવરજવર રહેતી હોય છે
કન્ટેનરના ડોક યાર્ડમાં એક સિંહના આંટાફેરાનો વીડિયો વાયરલ થયો
WatchGujarat. પીપાવાવ રાજ્યનું સૌપ્રથમ ખાનગી પોર્ટ છે. જેના માધ્યમથી કરોડો રૂપિયાના માલની હેરાફેરી થાય છે. અહીં કૉંક્રીટના જંગલો હોવા છતાં પણ જંગલનાં રાજા ગણાતા સિંહો અવારનવાર લટાર મારતા નજરે પડે છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પીપાવાવ પોર્ટ વિસ્તારમાં જંગલનાં રાજા લટાર મારી રહ્યાનો વિડીયો સામે આવ્યો છે. એટલું જ નહીં આ વિડીયો પીપાવાવનો હોવાની પુષ્ટી રાજુલાનાં MLA અંબરીશ ડેર પણ કરી ચુક્યા છે. અને વન વિભાગની નીતિઓ સામે સવાલ ઉઠાવતું ટ્વિટ પણ તેમણે કર્યું છે.
https://youtu.be/tPuIEiN6aAE
અંબરીશ ડેરે ટ્વિટમાં લખ્યું છે કે, 'વાત છે પરસ્પસ ભરોસાની, બોલો કેટલો પ્રેમ કરતા હશે મારા વિસ્તારના લોકો આ સિંહોને કે બિંદાસ પરિવાર સાથે મુખ્ય માર્ગો ઉપર લટાર મારી રહ્યા છે. વનવિભાગની નીતિઓના લીધે ભલે જંગલોમાંથી ઘણા નેહડામાંથી માલધારીઓને બહાર કાઢ્યા પણ પ્રેમ તો બન્ને (સિંહો અને માલધારી)ને એવો જ જળવાઈ રહ્યો છે. આમ તો પીપાવાક બંદર ખૂબ વ્યસ્ત બંદર છે પણ ''ડાલામથ્થા કેસરી'' જ્યારે પરિવાર સાથે ફરવા નીકળે ત્યારે તેને જરા પણ ઓછું ન લાગે એ માટે જ લોકો સ્વયંશિસ્ત જાળવી રસ્તો આપી દે છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના અનેક રહેણાંક વિસ્તારોમાં સિંહોના આંટાફેરા જોવા મળે છે. ખાસ કરીને ખાંભા તાલુકો જંગલમાં જ હોવાના કારણે તેના ગામડાંઓમાં કેટલીય વારે વનરાજો આવી ચઢે છે. આ વિસ્તારોમાં મારણ કરવાથી લઈને લોકોના ઘરોમાં આવી ચઢ્યાના ઉદાહરણો પણ સામે આવ્યા છે. પરંતુ પીપાવાવની આ ઘટના માટે વનવિભાગે ચિંતા કરવી જરૂરી છે. કારણ કે અહીંયા હેવી ટ્રકની અવરજવર રહેતી હોય છે. પીપાવાવમાં અગાઉ પણ સિંહ જોવા મળ્યો હતો. જેમાં કન્ટેનરના ડોક યાર્ડમાં એક સિંહના આંટાફેરાનો વીડિયો વાયરલ થયો હતો.