7 વર્ષની બાળાને યુ-ટયુબ પર અશ્લિલ વિડીયો સર્ચ કરવાનું શીખવી તેની જાતિય સતામણી કરાયાનો ચોંકાવનારો કિસ્સો
નરાધમે મોબાઈલમાં કઈ રીતે VIDEO જોવાય અને ડીલીટ કરાય તેવું પણ શીખવાડ્યું હતું
WatchGujarat શહેરમાં એક સાત વર્ષની બાળાને યુ-ટયુબ પર અશ્લિલ વિડીયો સર્ચ કરવાનું શીખવી તેની જાતિય સતામણી કરાયાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ભોગ બનનાર 7 વર્ષની બાળા જેને મામા કહીને બોલાવતી તે 27 વર્ષના ઢગાએ જ આ કૃત્ય કરવાની સાથે માસુમનાં ગુપ્ત ભાગે અડપલાં પણ કર્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મહિલા પોલીસે પોકસો સહિતની કલમો હેટળ ગુનો નોંધીને આરોપી અલ્પેશ પટેલની અટકાયત કરી છે. કોરોના રિપોર્ટ બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે.
સમગ્ર મામલે ભોગ બનનાર બાળાની માતાએ જણાવ્યું હતું કે, તેને સંતાનમાં બે પુત્રીઓ છે જેમાંથી એક સાત વર્ષની અને બીજી 11 માસની છે. પખવાડિયા પહેલા તે બંને પુત્રીઓને લઈ પિયર ગઈ હતી. દરમિયાન એક દિવસ સાત વર્ષની મોટી પુત્રી તેનાં મોબાઈલમાં યુ-ટયુબ પર અશ્લિલ વિડીયો જોતી હતી. જેને લઈને પોતે તેની પાસેની મોબાઈલ ફોન આંચકી લઈને આવું કોણે શીખવાડયું તેવું પુછતાં ગભરાઈને રડવા લાગી હતી. જો કે બાદમાં વિશ્વાસમાં લઈને ફરીથી પુછતાં પુત્રીએ અલ્પેશ મામાએ આવું શીખવ્યાનું કહ્યું હતું.
વધુ પુછપરછ કરતાં પુત્રીએ કહ્યું કે, અલ્પેશ મામા મને તેનાં ઘરે રમવા બોલાવતાં તેમજ તેમના મોબાઈલમાં આવા ખરાબ વિડીયો બતાવતાં હતા. સાથે જ વિડીયો મોબાઈલમાં કઈ રીતે જોવાય અને ડીલીટ કરાય તેવું પણ મને શીખવ્યું છે. એટલું જ નહીં માસુમે કાલીઘેલી ભાષામાં મામાએ જાતિય સતામણી કર્યાનું પણ કહેતા માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. બાદમાં પતિને કોલ કરીને આ વાત જણાવી હતીં. પરિણામે તેનો પતિએ અલ્પેશ પટેલની પુછપરછ કરી હતી.
જો કે પતિએ અલ્પેશ પટેલને પુછતાં તેણે કોઈ સરખો જવાબ આપ્યો ન હતો. જેથી તેનાં પતિએ તેને જતા રહેવાનું અન્યથા પોતે કેસ કરશે તેમ કહ્યું હતું. ચારેક દિવસ પછી પોતે પિયરથી રાજકોટ પરત આવ્યા બાદ પણ અલ્પેશ પટેલને શેરીમાં જ આંટા મારતો જોઈને પરિવારનાં સભ્યો ગભરાયા હતાં. પરંતુ આબરૂ જવાની બીકે બીજા કોઈને વાત કરી ન હતી.
આખરે સંબંધીને વાત કર્યા પછી તાલુકા પોલીસ મથકમાં અરજી આપ્યા બાદ આજે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.