કાલાવડ રોડ પર આવેલા એવરેસ્ટ પાર્કની બિલકુલ બાજુમાં જિલ્લા કલેક્ટરની માલીકીની ખાલી જગ્યા આવેલી છે જેના પર બુટલેગરોએ કબ્જો કર્યો છે
દારૂડિયાઓ અહીં જ દારૂ પીને એવરેસ્ટ પાર્કનાં લોકો સાથે ગેરવર્તન કરે છે
અત્યારે પ્રોટેક્શન વોલ તોડી નાખવામાં આવી છે અને ફરીથી ગેરકાયદે દબાણો સાથે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે – પ્રિયેશભાઈ
ગુજરાતમાં દારૂબંધી છે તો આવું શા માટે ચાલે છે ? - વિરાણી કિરણબેન
કુલીન પારેખ. ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે. અને તેનો કડક અમલ થતો હોવાના દાવાઓ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ હકીકત કઈક અલગ જ છે. રાજ્યનાં અન્ય સ્થળો તો છોડો સીએમ રૂપાણીનાં હોમટાઉન એવા રાજકોટમાં શહેરનાં ગૌરવપથ પરની કલેક્ટર હસ્તક આવેલી જગ્યામાં બુટલેગરોએ ધામા નાખ્યા છે. અને કોઈપણ ભય વિના ખુલ્લેઆમ દેશી દારૂનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. એટલું જ નહીં પોતે પોલીસને હપ્તા આપતા હોવાનું પણ ખુલ્લેઆમ કહી તાંડવ મચાવી રહ્યા છે. બુટલેગરોનાં આ તાંડવને લઈ લાખો રૂપિયાનાં ખર્ચે ગૌરવપથ ઉપર મકાન લેનારા ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે હવે માસ્ક વિનાનાં લોકો ઉપર તૂટી પડનાર પોલીસ આ બુટલેગરોની સામે દંડો ક્યારે ઉગામશે તે જોવું રહ્યું.
https://youtu.be/ADBPund1ooQ
જાણવા મળતી વિગત મુજબ, શહેરનાં કાલાવડ રોડ પર આવેલા એવરેસ્ટ પાર્કની બિલકુલ બાજુમાં જિલ્લા કલેક્ટરની માલીકીની ખાલી જગ્યા આવેલી છે. જોકે હાલમાં આ જગ્યા ઉપર બુટલેગરોનો કબ્જો છે. અહીં ખુલ્લેઆમ દેશી દારૂ બનાવી વેંચવામાં આવે છે. અનેક દારૂડિયાઓ અહીં જ દારૂ પીને એવરેસ્ટ પાર્કનાં લોકો સાથે ગેરવર્તન કરે છે. તેમા પણ જો કોઈ સમજાવટનો પ્રયાસ કરે તો તેને આ દારૂડિયાઓ તેમજ બુટલેગરો અપશબ્દો કહી ભગાવી મૂકે છે. જેને લઈને માનસિક શાંતિ અને પરિવારની સુરક્ષા માટે લાખો રૂપિયા ખર્ચી મકાનો લેનાર લોકો અસહાય બની ચુક્યા છે.
પ્રિયેશભાઈ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારી સોસાયટી એવરેસ્ટ પાર્કની તદ્દન બાજુમાં કલેક્ટરશ્રી હસ્તકની સરકારી જમીન આવેલી છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે પ્રવૃતિઓ ચાલી રહી છે. જેમાં દેશી દારૂના ભઠ્ઠા ચાલે છે. અને નોનવેજ પણ વેંચાય છે. આ અંગે કલેક્ટર-પોલીસ કમિશ્નર અને તાલુકા પોલીસ મથકમાં રજૂઆત બાદ આ દબાણ હટાવીને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી. પરંતુ અત્યારે પ્રોટેક્શન વોલ તોડી નાખવામાં આવી છે. અને ફરીથી ગેરકાયદે દબાણો સાથે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે.
પોતાની મુશ્કેલી વિશે જણાવતા પ્રિયેશભાઈ કહે છે કે, કલેક્ટરની માલિકીની આ જગ્યામાં એકઠા થતા લોકો દિવસભર બેફામ ગાળો બોલે છે. જેનો અવાજ અંદર સોસાયટીમાં આવે છે. જેને લઈને બાળકો ઉપર ખરાબ અસર પડે છે. સાથે જ કોઈ બહારનાં મહેમાન આવ્યા હોય ત્યારે પણ અમારે શરમાવા જેવું થાય છે. સવાર બપોર તેમજ સાંજ ત્રણ ટાઈમ દેશી દારૂ બનાવવામાં આવતો હોવાથી આખી સોસાયટીમાં ભારે દુર્ગંધ આવે છે. જેને લઈને રહેવું મુશ્કેલ બની ચૂક્યું છે. ત્યારે આ મુદ્દે અમારી સરકારને વિનંતી છે કે, આ તરફ ધ્યાન આપીને આ દબાણ તાત્કાલિક દૂર કરાવે. આ અંગે તેઓ કલેક્ટર, મ્યુ. કમિશ્નર અને પોલીસ કમિશ્નરને રજૂઆત કરશે અને જો ત્યાંથી કોઈ યોગ્ય જવાબ નહીં મળે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવા તૈયારી પણ તેમણે દર્શાવી છે.
એવરેસ્ટ પાર્કમાં જ રહેતા વિરાણી કિરણબેને સમગ્ર મામલે જણાવ્યું હતું કે, સોસાયટી પાછળ આવેલી આ જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે. જ્યાં દારૂ ઉકાળે ત્યારે અતિશય ખરાબ દુર્ગંધ આવે છે. જેને લઈને કોઈ મહેમાન સહિત અમારા બાળકો ઉપર પણ ખૂબ ખરાબ અસરો પડે છે. આ અંગે કલેક્ટર કચેરી, કમિશ્નર કચેરી તેમજ પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી. જો કે હજુસુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવી શક્યો. ત્યારે પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો આવું શા માટે ચાલે છે ? દબાણ કરનારા લોકો દારૂનાં વેપારની સાથે સોસાયટીનાં કોમન પ્લોટ અને મકાનો પાછળ શૌચ કરે છે. ઉપરાંત વારંવાર પથ્થરો ફેંકીને બારીનાં કાંચ ફોડી નાખે છે. કંઈપણ કહેવા જતા આ લોકો મહિલાઓને પણ બેફામ ગાળો આપે છે. જેને લઈને રહેવું મુશ્કેલ બની ગયું છે.
સ્થાનિકો દ્વારા કહેવામાં આવેલી જગ્યાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં લોકોની વાત એકદમ સાચી હોવાની પ્રતીતિ થઈ રહી છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ સ્થળે ઠેર-ઠેર દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે. તો ખુલ્લેઆમ દારૂ પીવાતો તેમજ બનાવવામાં આવતો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં અહીં હાજર એક વ્યક્તિને પૂછવામાં આવતા પોતે વિવિધ નામો બોલવા લાગ્યો હતો. અને આ તમામ નામો પોલીસકર્મીઓનાં હોવાનું જણાવીને પોતે 40 જેટલા લોકોને હપ્તા પહોંચાડતો હોવાનું પણ કહ્યું હતું. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, ચા-પાનની દુકાને ટોળા થતા બંધ કરાવવા આવતી મનપા કે પોલીસની ટીમોને શહેરનાં પોષ વિસ્તારમાં ધમધમતી દારૂની આ ભઠ્ઠીઓ કેમ દેખાતી નથી ? શું પોલીસ તંત્રને ખરેખર આ બુટલેગરો દ્વારા મસમોટા હપ્તા અપાય છે? અને સૌથી મોટો પ્રશ્ન સીએમનાં હોમટાઉનમાં આ સ્થિતિ છે તો રાજ્યની અન્ય જગ્યાએ શુ-શુ થતું હશે ?