મુદત 31 મે સુધી વધતાં NEET મોડી લેવાશે, રજિસ્ટ્રેશન-પરીક્ષા જાહેર ન થતા વિદ્યાર્થીઓ મુંઝાયા
બે મહિના મુદત વધતા વિદ્યાર્થીઓને ફાયદો થશે
10 જાન્યુઆરી લેવાનારી PG NEET મોકુફ કરી દેવાઈ હતી
WatchGujarat ગત સપ્તાહએ ઇન્ટર્ન ડોક્ટરની માંગ પુરી થતા રાજ્યવ્યાપી હડતાળને પુરી કરવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાને લીધે MBBSના વિદ્યાર્થીઓને એક વર્ષની કરવી પડતી ઈન્ટર્નશિપમાં રેગ્યુલર ક્લિનિકલ ટ્રેનિંગ મળી શકી નથી. જેથી નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમામ મેડિકલ કોલેજના યુજી સ્ટુડન્ટસ માટે ઈન્ટર્નશિપ મુદત વધારી 31મી મે સુધી કરવામા આવી છે .જેના પગલે હવે NEET પણ મોડી લેવાશે. પરંતુ હજુ સુધી NEETની પરીક્ષાની તારીખ અને પરીક્ષા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા જાહેર કરવામા આવી નથી.
ચીનમાંથી વિશ્વમાં પ્રસરેલા કોરોના વાયરસના પગલે વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારે ભારતમાં પણ લોકડાઉનને પગલે રેગ્યુલર OPDથી માંડી સર્જરી પણ બંધ થઈ જતા MBBSના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બાદ કરવી પડતી ઈન્ટર્નશિપમાં અસર થઇ હતી. ઈન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને ક્લનિકલ ટ્રેનિંગ મળતી હોય છે. પરંતુ દર્દીઓના અભાવે પુરતી ટ્રેનિંગ પણ મળી શકી ન હતી. કોલેજો-હોસ્પિટલોમાં સમાન રીતે ઈન્ટર્નશિપ ન જળવાતા નેશનલ મેડિકલ કમિશને તમામ મેડિકલ કોલેજો-યુનિ.ઓને ઈન્ટર્નશિપ કેલેન્ડર રીશીડયુલ કરવાની મંજૂરી આપી છે.
વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપમાં ક્લનિકલ ક્લર્કશિપના સમયગાળાનું જે નુકશાન થયુ છે તે ભરપાઈ કરવા માટે ઈન્ટર્નશિપ મુદત 31 મે સુધી વધવામાં આવી છે. મોટા ભાગે 31 માર્ચ સુધીમાં ઈન્ટર્નશિપ પુરી થતી હોય છે. ત્યારે બે મહિના મુદત વધતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેના કારણે બીજી બાજુ હવે પીજી મેડિકલ પ્રવેશ માટેની NEET મોડી લેવાશે.નેશનલ એક્ઝામિનેશનલ બોર્ડ દ્વારા 31મી ઓક્ટોબરે પરિપત્ર કરીને 10 જાન્યુઆરી લેવાનારી PG NEET મોકુફ કરી દેવાઈ હતી. હાલ પરીક્ષાને લઈને વિચારણા ચાલી રહી છે પરંતુ પરીક્ષા કયારે લેવાશે અને રજિસ્ટ્રેશન કયારથી શરૃ થશે તે પણ હજુ નક્કી નથી.નિયમ મુજબ નીટ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓની 9 મહિનાની ઈન્ટર્નશિપ પુરી થયેલી હોવી જોઈએ.
More #Internship #mbbs #students #extended #Due to corona #Ahmedabad News