બોલેરા કારમાં ફરી સુરત શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધાડ, લૂંટને અંજામ આપતી ચીકલીગર ગેંગ
ચીકલીગર ગેંગ ઘાતક હથિયારો, મરચાની ભૂખી, મેટલના પથ્થર સાથે રાખતી
ચીકલીગર ગેંગના પાંચ પૈકી એક સાગરીત સામે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના 32 ગુના નોંધાયા છે.
WatchGujarati. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ધાડ- લુંટના ગુનાઓ અટકવાનુ નામ નથી લઇ રહ્યાં, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગનો સફાયો કરવાનુ બીડુ પોતાના સીરે લીધુ હતુ. તેવામાં બાતમીના આધારે ચીકલીગર ગેંગને પકડવા પહોંચેલી સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે બોલિવુડ ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીવ જોખમમાં મુકી ચીકલીગર ગેંગના પાંચ રીઢા ગુનેગારોને દબોચી 8 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. જોકે પાંચ પૈકીના એક આરોપીની 32 ગુનાઓમાં સંડોવાણી હોવાનુ બહાર આવ્યું છે.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ચીકલીગર ગેંગના કેટલાક સભ્યો બોલેરા કારમાં આવી ઘાડ-લુંટ જેવા ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. ચીકલીગર ગેંગ હાલ સણીયા કણેદ ગામ સ્થિત ફાર્મ હાઉસમાં હથિયારો સાથે સજ્જ થઇ મોહીણી ગામ તરફથી સણીયા કણેદ ગામ તરફ આવવાની છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચીકલગીર ગેંગની ચોક્કસ બાતમી મળતી જુદી જુદી ટીમો બનાવી વોચ ગોઠવાઇ ગઇ હતી.
દરમિયાન મોહીણી ગામ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. બોલેરા કાર આવતા પોલીસ દ્વારા તેને રોડની સાઇડમાં ઉભા રહેવા ઇશારો કરવામાં આવ્યો હતો. પોલીસી હાજરી જણાતા બોલેરોના ચાલકે ગાડી તુરંત રિવર્સ લઇ લેતા પાછળ ઉભેલી સ્કોર્પિયો કારના બોનેટ સાથે ભટકાઇ હતી. જેથી ચીકલીગર ગેંગે બોલેરા કાર આગળ ઉભેલા પોલીસ જવાનો તરફ પુરઝડપે હંકારી હતી. તેવામાં આગળ ઉભેલી પોલીસની અન્ય કાર સાથે બોલેરો અથડી ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સીલસીલો આટલે જ અટક્યો ન હતો. ચીકલીગર ગેંગ જે કારમાં સવાર હતી તે બોલેરો કારના ચાલકે યુ ટર્ન લઇ રોડ પર મુકવામાં આવેલા આડસ તેમજ પોલીસના વાહનો, બાઇક અને રસ્તાની બાજૂમાં ઉભેલી નાસ્તાની લારીઓમાં અથાડી ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ચીકલીગર ગેંગ ભાગવામાં સફળ થઇ ન હતી. વાહનો અને લારીઓનો ઢગલો થઇ જતા બોલેરા કાર અટવાઇ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચીકલગીર ગેંગના બોલેરા કોર્ડન કરતા તેમા સવાર તમામ રીઢા ગુનેગારોએ પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરી હતી.
આ સમયે ક્રાઇમ બ્રાન્ચની અન્ય બેકઅપ ટીમ પણ સ્થળ પર હાજર હોવાથી ચીકલીગર ગેંગ નાસી છુટવામાં નિષ્ફળ જતા ગેંગના પાંચ રીઢા ગુનેગારોની ઝડપી લેવામાં આવ્યાં હતા. આમ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના આંઠ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. નોંધનીય છે કે, ચીકલીગર ગેંગના પાંચ સભ્યો પૈકીના આઝાદસિંહ ઉર્ફે ધનરી ઉર્ફે બાદલસીંગ ટાંક સામે રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ધરફોડ અને વાહન ચોરીના 32 ગુનાઓ નોંધાયેલા છે.
ચીકલીગર ગેંગના આ 5 સાગરીતો ઝડપાયા
અમૃતસીંગ ઉર્ફે અન્ના બબલુસીંગ ટાંક (સામે ઘરફોડ ચોરી ને વાહન ચોરીના 10 ગુનાઓ નોંધાયેલા છે.)
રોહીતસીંગ રાજુસીંગ બાવરી
હરજીતસીંગ અજીતસીંગ ચીકલીગર
આઝાદસીંગ ઉર્ફે ધનરી ઉર્ફે બાદલસીંગ ટાંક (સામે ઘરફોડ અને વાહન ચોરીના 32 ગુનાઓ નોંધાયેલા છે.)
અજયસીંગ ઉર્ફે મામુ ઉર્ફે બલવંતસીંગ દુધાણી (સામે ઘરફોડ અને વાહન ચોરીના 7 ગુનાઓ નોંધાયેલા છે.)