પ્રવાસનને વેગ આપી સ્થાનિક આદિવાસીઓના આર્થિક અને સામાજિક સ્તરને ઉંચા લાવવાના સરકારના ઉદ્દેશ્યને ટીમ યુનિટી સાકાર કરશે
વિવિધતામાં એકતાનાં સૂત્રને સાર્થક કરવાનો આશાવાદ CEO એ વ્યક્ત કર્યો છે
કેવડિયા SOU માં અત્યાર સુધી CEO નો ઇન્ચાર્જમાં હવાલો જિલ્લા કલેકટર સાંભળી રહ્યા હતા
[caption id="attachment_1224735" align="aligncenter" width="1280"] Gujarat, Statue of Unity IAS Ravi Shankar Took Charge as SOUADTGA (CEO)[/caption]
WatchGujarat. વિશ્વના નંબર વન ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લેખાવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU ને તેના પ્રથમ પૂર્ણકાલીન CEO મળ્યા છે. અત્યાર સુધી મુખ્ય કારોબારી અધિકારી તરીકે નર્મદા કલેકટર ચાર્જ સંભાળતા હતા. બુધવારે SOU ના CEO તરીકેનો ચાર્જ રવિશંકરે સંભાળી લીધો હતો. તેમણે નેમ વ્યક્ત કરી હતી કે ટીમ યુનિટી પ્રવાસનને વેગ આપવા સાથે સ્થાનિક પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસના સરકારના વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરશે.
જામનગર કલેકટર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવનાર રવિ શંકરની રાજય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SOUADTGA) નાં મુખ્ય કારોબારી અધિકારી (CEO) તરીકે બદલી સાથે નિમણુંક કરી હતી.
બુધવારે રવિ શંકરે આજરોજ SOU ના CEO તરીકે પદભાર સંભાળ્યો છે. તેમનું કચેરી ખાતે આગમન થતા ઉચ્ચ અધિકારઈઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વર્ષ 2007 માં ભારતીય સનદી સેવામાં સીધી ભરતીથી પસંદગી પામીને થરાદ, બનાસકાંઠા ખાતે મદદનીશ કલેકટર તરીકે જોડાઈને પોતાની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર રવિ શંકરે જિલ્લા વિકાસ અધિકારી DSO પાટણ, અમદાવાદ, જિલ્લા કલેકટર ગાંધીનગર, મ્યુનિસિપલ કમિશ્નર જૂનાગઢ મહાનગરપાલિકા, કમિશનર, આદિજાતી વિકાસ અને જિલ્લા કલેકટર જામનગર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે.
SOUADTGA નાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે વિધિવત પદભાર સંભાળ્યા બાદ રવિશંકરે જણાવ્યું હતું કે, સરકારે આ વિસ્તારનાં સંકલિત વિકાસની સાથે પ્રવાસનને વેગ આપીને સ્થાનિક પ્રજાનાં આર્થિક અને સામાજિક સ્તરને ઉંચા લાવવા માટે SOUADTGAની સ્થાપનાં કરી છે. સરકારનાં આ ઉદેશને સાકાર કરવા ટીમ યુનિટી વિવિધતામાં એકતાનાં સૂત્રને સાર્થક કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Gujarat, Statue of Unity IAS Ravi Shankar Took Charge as SOUADTGA (CEO)