75 દિવસ બાદ પણ મેઇન્ટેન્સ માટે ગયેલું સી-પ્લેન (Sea Plane) માલદિવથી પરત નહીં
કેવડિયા SOU પ્રવાસીઓ માટે ખુલ્યુ પણ સી-પ્લેનની ઉડાન ઉપર હજી પણ અનિશ્ચિતતાના ઘેરાયેલા વાદળો
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વોટર એરોડ્રામ તો તાબડતોડ બનાવાયું પણ સી પ્લેનના સારસંભાળ માટે ડ્રાય અને વેટ ડોક નહિ બનતા સમસ્યા
[caption id="attachment_2224" align="aligncenter" width="1280"] Gujarat, SOU Sea Plane Still Pending, DEMO IMAGE (Ahmedabad Sabarmati River Front)[/caption]
WatchGujarat. સરદાર પટેલની 145મી જન્મજયંતિ 31 ઓક્ટોબરે વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી દ્વારા દેશના પ્રથમ સી પ્લેનનુ ઉદઘાટન કરાયું હતું. ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનુ સપનુ હતું. પ્રધાનમંત્રીના ડ્રિમ પ્રોજેકટ સી-પ્લેન સર્વિસનું ચોથી વખત સુરસુરીયું થયું છે. માલડીવ્સ મેઇન્ટેન્સ માટે મોકલાયેલું સી-પ્લેન 75 દિવસ થઈ જવા છતાં હજી પરત ફર્યું નથી.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) વચ્ચે દેશના પેહલા સી-પ્લેનની શરૂઆત તો કરવામાં આવી પરંતુ મેઇન્ટેન્સ માટે 9 એપ્રિલે માલદીવ ગયેલુ સી-પ્લેન હજુ પણ પરત ન આવતા સી-પ્લેન સર્વિસનું સુરસુરીયુ થયુ હોય તેમ લાગી રહ્યું છે.
કેવડિયા SOU પ્રવાસીઓ માટે ખુલ્યુ પણ સી-પ્લેન સેવા બંધ છે. દેશમાં પ્રથમવાર અમદાવાદ સાબરમતી રિવરફ્રંટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી એક નવેમ્બર 2020 થી સી-પ્લેન સફર શરૂ કરાઈ હતી. સી-પ્લેનના મેઇન્ટેન્સની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને દર એક દોઢ મહિને માલદીવ (Maldives) મોકલવું પડે છે.
લાઈંગ અવર પૂરા થતા લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે 9 એપ્રિલે સી-પ્લેનને માલદીવ મોકલ્યુ હતુ. હાલ રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. જોકે સી-પ્લેન 75 દિવસે પણ પરત નથી આવ્યુ. હવે કોરોના કેસ ઘટવા છતા હજુ સુધી સી-પ્લેનનું સંચાલન કયારથી શરૂ કરવુ તેનો કોઈ નિર્ણય લેવાયો નથી તેવુ એરલાઈન્સ જણાવી રહી છે.
[caption id="attachment_23260" align="aligncenter" width="1280"] Gujarat, SOU Sea Plane Still Pending, DEMO IMAGE (Ahmedabad Sabarmati River Front)[/caption]
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન માટે યુદ્ધના ધોરણે વોટર એરો ડ્રામ તો બનાવી દીધું હતું, પરંતુ મેન્ટનસ ડેપો ( ડ્રાય અને વેટ ડોક) નહિ બનતા સમારકામ માટે દર વખતે માલદીવ પ્લેનને રવાના કરવાની ફરજ પડી રહી છે. સ્પાઇસ જેટ દ્વારા હજી ઓનલાઈન બુકીંગની વ્યવસ્થા પણ કરાઈ નથી. 50 વર્ષ જુના સી પ્લેનના સ્થાને બીજું નવું પ્લેન આવવાની પણ વાતો હજી પણ હવામાં છે અને વાસ્તવિક રીતે સાકાર થઈ રહી નથી. સાથે જ સી પ્લેનના સ્લોટ અને સીટોના ભાડાને લઈ ને પણ અનેક વિસંગતતાઓ રહેલી છે. હવે આ સેવા ક્યારે શરૂ થાય છે તેના પર પ્રવાસીઓની નજર કેન્દ્રિત થઈ છે.
Gujarat, SOU Sea Plane Still Pending, (Ahmedabad Sabarmati River Front)