હાંસોટ રોડ પર નવી બનતી સોસાયટીમાં રાજસ્થાની ટોળકીના 5 સભ્યો ભાડે રહી ચોરીને આપતા અંજામ
ઓઇલ અને કોપર માટે વીજ DP તોડવાથી લોકોને અંધારપટનો પણ સામનો કરવો પડતો
અંકલેશ્વરમાં જ 10 ટ્રાન્સફોર્મર તોડ્યા હોવાની કબૂલાત, ઇલેક્ટ્રિસિટી એક્ટ, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ સહિત ચોરીનો ગુનો દાખલ
WatchGujarat. અંકલેશ્વરમાં ઇદના તહેવારોમાં પેટ્રોલિંગમાં રહેલી શહેર પોલીસે અજમેરની વીજ ટ્રાન્સફોર્મર ટોળકીનો પર્દાફાશ કરી કોપર અને ઓઇલ માટે DP તોડવાના 10 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. શહેરમાં ભાડાના મકાનમાં રહી ચોરીને અંજામ આપતી ટોળકીના 1 સાગરીતને 140 KG કોપર સાથે પકડી પાડી અન્ય 4 સહિત સુરતના 2 ભંગારિયા સામે ગુનો દાખલ કરાયો છે.
ઇદના તહેવારના બંદોબસ્તમાં શહેર પોલીસ સ્ટેશનના વી.એન .૨બા૨ી સાથે એ.એસ.આઈ બીપીનચંન્દ્ર, મહીપાલસિંહ સહિત 12 પોલીસ જવાનો હતા. પેટ્રોલિંગમાં હાંસોટ રોડ ઉપર નવી બનતી પતંજલી સોસાયટીના એક મકાનમાં રહેતા 5 ઈસમો તે મકાનમાં ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મરો તોડી ચોરી કરેલી કોપ૨ કોઇલો સંતાડી હોવાની બાતમી મળી હતી.
જેના આધારે ઘરની તપાસ કરતા 1 વ્યક્તિ મળી આવ્યો હતો. તેના ઘરની ઝડતી તપાસ કરતા રૂમના ભાગે કંતાનના કોથળામાં તથા બેડ નીચે કોપ૨ કોઈલના ગુચળા અને તાર મળી આવ્યા હતા. સઘન પુછપરછમાં આરોપી જીવરાજસીંગ જગદીશજી રાવત હાલ ૨હે , પતંજલી સોસાયટી, મુળ ૨હે , ટોપાસ, અજમેરે તેઓની ટોળકી વીજ ડીપીઓ તોડતી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે તેની સાથે ચોરીને અંજામ આપતા 4 આરોપી સુરેરસીંગ ભવરસીંગ રાવત, દેવરાજસીંગ ગોપાલસીંગ રાવત, વિક્રમસીંગ રાવત અને ભગવાનસીંગ રાવત તમામ રહે અજમેરને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ રાજસ્થાની ટોળકીએ અંકલેશ્વરમાં ભાડે ઘરો રાખી 10 જેટલા ટ્રાન્સફોર્મર કોપર અને ઓઇલ માટે તોડયા હતા. ડીપી તોડતા જે તે વિસ્તારની પ્રજાનો વીજ પુરવઠો ખોરવાઈ જવા સાથે તેઓને અંધારપટનો પણ સામનો કરવાનો વારો આવતો હતો.
DP તોડ ટોળકી કોપરનો જથ્થો સુરતના 2 ભંગારીયાઓને વેંચતા હતા. જેમાં બરકત અલી રહે. માંડવી અને ગુર્જ૨ ( ભંગારવાલા ) ૨હે . વરાછા સામે પણ ચોરીનો સરકારી સમાન ખરીદવા બદલ ગુનો દાખલ કરાયો છે. સ્થળ પરથી કોપરનો આશરે 140 KG જથ્થો કિંમત ₹90000 નો સમાન રિકવર કરી ટોળકી સામે ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ સહિત ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે.