લગ્નના 12 વર્ષ દરમિયાન પીયરમાંથી રૂપિયા લાવવા માટે લાલચુ પતિ પત્નીને દબાણ કરતો
રૂપિયા ન લાવતા પત્નીએ પોતાના સગા ભાઇ (જેઠ) સાથે વાઇફ સ્વેપિંગ કરવા દબાણ કરવામાં આવતુ
પતિની ગેરહાજરીમાં જેઠ ભાભી સાથે બદદાનતથી સ્પર્શ કરવાના પ્રયાસો કરતો
પતિ, જેઠ અને નણંદના માનસિક અને શારીરીક ત્રાસથી કંટાળી બે સંતાનોની માતાએ આખરે પોલીસના શરણે પહોંચી
WatchGujarat. સમાજને શરમાવે તેવો કિસ્સો અમદાવાદના એક પોશ વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં 12 વર્ષના દાંપત્ય જીવનમાં લાલચુ પતિ દ્વારા પત્નીને પીયરમાંથી રૂપિયા લાવવા માટે સતત દબાણ કરવામાં આવતુ હતુ. રૂપિયા ન લાવતી પત્નીને માનસિક ત્રાસ આપતો પતિ જેઠ સાથે વાઇફ સ્વેપિંગ કરવા માટે પણ દબાણ કરતો હતો. પતિ અને જેઠ તથા નણંદની સતત હેરાનગતિથી કંટાળી આખરે બે સંતાનોની માતા પોલીસની શરણે પહોંચી છે.
આ બનાવની વિગત એવી છે કે, 12 વર્ષ અગાઉ દિશાના (નામ બદલ્યુ છે) અમદાવાદના અર્જુન (નામ બદલ્યુ છે) સાથે લગ્ન થયા હતા. લગ્ન સમયે પીયરમાંથી માગણી કરાયેલી રકમ પરિણીતાના પરિવારે અર્જુનને આપી હતી. દાંપત્ય જીવન દરમિયાન પરિણીતાએ પહેલા એક પુત્રને જન્મ આપ્યો હતો. આ સમયે અર્જુન બેકાર ફરતો અને પત્નીને પીયરમાંથી રૂપિયા લાવવા માટે દબાણ કરતો હતો. પરિણીતા અને તેનો પતિ બાળક સાથે સહકુટુંબમાં રહેતા હતા. જેથી પરિણીતાને પતિ તેમજ નણંદ અને જેઠ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
આ બધાની વચ્ચે આર્જુન નોકરી અર્થે નાઇઝીરાય ગયો હતો. થોડા સમય બાદ દિશા પણ પુત્રને લઇ નાઇઝીરીયા પતિ સાથે રહેવા લાગી હતી. વિદેશ ગયા બાદ પણ અર્જુનના સ્વબાવમાં કોઇ ફરક ન પડ્યો અને તે સતત પત્ની પાસે રૂપિયાની માગણી કરતો અને માગણીની ન સંતોષાતા મારઝૂડ કરતો હતો. થોડા સમય બાદ દિશા ફરી એક વખત ગર્ભવતિથી પ્રસૂતિ માટે અમદાવાદ ખાતે આવી હતી. જ્યાં દિશાએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો.
નાઇઝીરીયાથી અમદાવાદ આવેલો અર્જુન પોતોની પત્નીને કહેવા લાગ્યો કે તારે વાઇફ સ્વેપિંગ કરવુ પડશે, જેથી દિશાએ પુછ્યુ એટલે શું ? ત્યારે અર્જુને કહ્યું આપણે એક બીજાની પત્ની બદલીને તેની સાથે શરીર સુખ માણવા પડશે, એટલે કે તારે મારા મોટા ભાઇ સાથે જવુ પડશે. આ સાંભળી દિશાના પગ નીચેથી જમીન ખસી ગઇ હોઇ તેવા તેણીના હાલ થઇ ગયા હતા. અર્જુની વાઇફ સ્વેપિંગની વાતનો ઇન્કાર કરતા તેને મારઝૂડ કરવાનુ શરૂ કર્યું અને સતત તેણીને દબાણ કરવા લાગ્યો હતો.
દિશા ઘરમાં એકલી હોય ત્યારે તેનો જેઠ બદદાનથી તેને સ્પર્શ કરવાના પ્રયાસો કરતો અને ગમે તે રીતે દિશાને શારીરીક સંબંધો બાંધવા ચેસ્ટા કરતો હતો. દિશા તેની જેઠની હરકતોથી કંટાળી અર્જુનને તેની ફરીયાદ કરતી, ત્યારે અર્જુન કહેતો મારો ભાઇ કહે તે કરવાનુ નહીં તો મને છુટા છેડા આપી દે. આમ પતિ, જેઠ અને નણંદના ત્રાસથી આખરે દિશા તેના બાળકો સાથે પીયર જતી રહીં હતી. ઉપરોક્ત સમગ્ર મામલે દિશાએ આખરે પોલીસના શરણે જવાનુ નક્કી કર્યું અને આ મામલે પતિ, જેઠ તેમજ નણંદ વિરૂધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
- લગ્નના 12 વર્ષ દરમિયાન પીયરમાંથી રૂપિયા લાવવા માટે લાલચુ પતિ પત્નીને દબાણ કરતો
- રૂપિયા ન લાવતા પત્નીએ પોતાના સગા ભાઇ (જેઠ) સાથે વાઇફ સ્વેપિંગ કરવા દબાણ કરવામાં આવતુ
- પતિની ગેરહાજરીમાં જેઠ ભાભી સાથે બદદાનતથી સ્પર્શ કરવાના પ્રયાસો કરતો
- પતિ, જેઠ અને નણંદના માનસિક અને શારીરીક ત્રાસથી કંટાળી બે સંતાનોની માતાએ આખરે પોલીસના શરણે પહોંચી