મહારાષ્ટ્ર પાર્સિંગના ટેમ્પા સાથે LCB એ ડ્રાઈવર સહિત 2 આરોપીની ધરપકડ કરી
ખાલી ટેમ્પમાં ચોરખાનું લઈ જવાતો હતો દારૂનો જથ્થો
WatchGujarat. ભરૂચ LCB પોલીસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર ના વડદલા પાટીયા પાસેથી આઈસર ટેમ્પામાં ચોરખાનું બનાવી લઇ જવાતો વિદેશી દારૂનો ₹2.61 લાખનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત અન્ય એકની અટકાયત કરી છે.
ભરૂચમાં ચૂંટણી અને તહેવારો પૂર્ણ થયા બાદ પણ દારૂની હેરાફેરી ની ગતિ ઘટવાનું નામ નથી લઈ રહી. શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ અને બિન્દાસ બન્યા હોય તેવા વિડિયો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે.
[embed]https://youtu.be/8mXTEgQ6jcE[/embed]
સોમવારે વાયરલ થયેલ દારૂ વેચાણ ના વિડીયો બાદ પોલીસ તંત્ર સક્રિય થયું હતું. ભરૂચ LCB પોલીસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર વડદલા પાટિયા નજીકથી બાતમીના આધારે આઇસર ટેમ્પો જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર:-MH-48-G-4214 માં તપાસ કરતાં ટ્રકમાં પાછળના ભાગે ચોરખાનું બનાવી વિદેશી દારૂનો વહન થતું હોવાની વિગતો સપાટી પર આવી હતી.
પોલીસે ચોર ખાનામાં સંતાડેલ 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે ની અટક કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો. પોલીસે ઝડપી પાડેલ મુદ્દામાલ માં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો નંગ 1938 કિંમત રૂપિયા 2.61 લાખ, એક આઈસર ટેમ્પો કિંમત રૂપિયા 3 લાખ, 2 મોબાઈલ મળી કુલ ₹ 5.62 લાખના મુદ્દામાલ સાથે બે ની અટકાયત કરી હતી. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં દિપક મોવનલાલ તુલસારામ રહે. રાજસ્થાન તેમજ રાકેશ ઈન્દારામ રહે. રાજસ્થાનને શહેર સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતા.
- મહારાષ્ટ્ર પાર્સિંગના ટેમ્પા સાથે LCB એ ડ્રાઈવર સહિત 2 આરોપીની ધરપકડ કરી
- ખાલી ટેમ્પમાં ચોરખાનું લઈ જવાતો હતો દારૂનો જથ્થો