BJP MLA પુત્રએ અન્ય સાગરીતો સાથે મળીને મતદાર એજન્ટને 28 ફેબ્રુઆરીના રોજ માર માર્યો
અમારી વિરૂદ્ધ મતદાન કેમ કરાવે છે તેમ કહીને પાંચ જેટલા લોકોએ એનસીપીના મતદાન એજન્ટને ઘેર્યો
ઘટનાને 5 જેટલા દિવસ વિતી ગયા બાદ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઇ
WatchGujarat. 28મીના રોજ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનને લઈને ચુંટણી એજન્ટ તરીકે બેડવા ગામે કુમારશાળામાં બેસાડવામાં આવેલા શખ્સ સાથે મારા મારી કરવામાં આવી હતી. સમગ્ર મામલે BJP MLA ના પુત્ર સહિત પાંચ લોકો સામે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, બેવડા વાંટા ગામમાં જગદીશભાઇ ઉર્ફે જગો રાવજીભાઇ પરમાર (ઉં-33) રહે છે. તે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 28 માર્ચે જિલ્લા પંચાયચની ચુંટણીના મતદાન માટે એનસીપીના ઉમેદવારે જગદીશને કુમારશાળામાં મતદાન એજન્ટ કરીકે બેસાડ્યા હતા. દરમિયાન બપોરે તેઓ જમવા ગયા હતા. અને જમીને પરત ફરતી વેળાએ શેરડીનો રસ પીવા માટે ઉભા રહ્યા હતા. ત્યારે જગદીશભાઇને ફોન પર અજાણ્યા શખ્શે પુછ્યું કે ક્યાં છો.
ત્યાર બાદ હર્ષદભાઇએ જગદીશ પાસે જઇને કહ્યું કે, ગામમાં તારૂ વર્ચસ્વ હોઇ અમારી વિરૂદ્ધ કેમ મતદાન કરાવું છું. જગદીશે જવાબ આપ્યો કે, હું જે પક્ષમાં છું તે માટે કામ કરૂ છું. ત્યાર બાદ બોલાચાલી થયા બાદ હર્ષદ તથા અન્ય સાગરિતો અજીત ડાભી, દશરથ ડાભી, અજીત ડાભી, વિશાલ ઉર્ફે ગોયોએ જગદીશને દંડા વડે માર માર્યો હતો. ઘટનામાં પોલીસ આવી જતા તમામને ઝગડતા છુટા પાડ્યા હતા.
સમગ્ર ઘટનાના 5 જેટલા દિવસ વિતી ગયા બાદ આખરે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યના પુત્ર હર્ષદ ગોવિદભાઇ પરમાર, વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઇ વાઘેલા, ભરતભાઇ હરમાનભાઇ ડાભી, દશરથભાઇ ઉર્ફે દહો હરમાનભાઇ ઉર્ફે કાભાઇ ડાભી, અજીતભાઇ હરમાનભાઇ ડાભી, સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદને પગલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવિંદભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટીના ઉમરેઠના ધારાસભ્ય છે.